Gautam Gambhir Happy Birthday Team India: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી ગૌતમ ગંભીરે કેટલીય વાર શાનદાર પ્રદર્શન કરીને ટીમને જીત અપાવી છે. તેને પોતાની કેરિયરમાં કેટલીક એવી ઇનિંગો રમી છે, જેને ભૂલવી કોઇના માટે શક્ય નથી. તેના રેકોર્ડ પણ અદભૂત છે અને બેટિંગની સ્ટાઇલથી તેને ભલભલા બૉલરોને ધૂળ ચટાડી દીધી છે. આજે સ્ટાર ક્રિકેટર ગૌતમ ગંભીરનો જન્મ દિવસે છે, ગંભીર આજે પોતાનો 41મો જન્મ દિવસ મનાવી રહ્યો છે, ગંભીરની પર્સનલ લાઇફની વાત કરીએ તો તેનો જન્મ 14 ઓક્ટોબર, 1981ના દિવસે નવી દિલ્હીમાં થયો હતો. તેને વર્ષ 2011માં નતાશા જૈન સાથ લગ્ન કરી લીધા અને હાલમાં તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઇને રાજકીય સફર કરી રહ્યો છે. ગંભીરને બે બાળકો છે, આઝીન ગંભીર અને અનાઇજા ગંભીર. 


ગૌતમ ગંભીરની એક ઇનિંગ આજે પણ લોકોને ખુબ યાદ આવી જાય છે, અને તે છે ઓસ્ટ્રેલિયા સામેની ડબલ સેન્ચૂરી, તેને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દિલ્હી ટેસ્ટમાં પોતાનુ બેસ્ટ પરફોર્મન્સ આપ્યુ. આ મેચમાં તેને બેવડી સદી ફટકારીને કાંગારુઓને ધોળે દિવસે તારા બતાવી દીધા હતા. 


2008માં રમાયેલી ટેસ્ટ સીરીઝમાં ગંભીરે ત્રીજી ટેસ્ટ મેચ એટલે કે નવી દિલ્હી ટેસ્ટ મેચ રમી હતી. આ મેચમાં ભારતીય ટીમે 613 રન બનાવીને પહેલી ઇનિંગ ડિકલેર કરી હતી, આ દરમિયાન ગૌતમ ગંભીર 380 બૉલ રમીને 206 રન બનાવી ચૂક્યો હતો. ગંભીરે આ ઇનિંગમાં 26 ચોગ્ગા ફટકારી દીધા હતા, એક છગ્ગો પણ સામેલ હતો. 


ટીમ ઇન્ડિયાના જવાબમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયા ટીમ 577 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી, ઓસ્ટ્રેલિયા  માટે માઇકલ ક્લાર્કે સદી ફટકારી હતી. તેને ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 112 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન રિકી પોન્ટિંગે 87નો ફાળો આપ્યો હતો, આ પછી ભારતીય ટીમ બીજી ઇનિંગમાં મેદાનમાં ઉતરી. ભારતે 208 રન બનાવીને બીજી ઇનિંગ ડિકલેર કરી દીધી. આ પછી ઓસ્ટ્રેલિયન ટીમ મેચમાં છેલ્લા દિવસે 31 રન જ બનાવી શકી, અને આ મેચ ડ્રૉ રહી હતી.


ગૌતમ ગંભીર ક્રિકેટ કેરિયર - 
ગૌતમ ગંભીરે પોતાની ક્રિકેટ કેરિયરમાં 58 ટેસ્ટ મેચો રમી છે, જેમાં 42ની એવરેજથી 4154 રન બનાવ્યા છે, જયારે વનડેમાં તેને 139 મેચો રમી છે, અને 39ની એવરેજથી 5052 રન બનાવ્યા છે. ટી20 કેરિયરની વાત કરીએ તો ગૌતમ ગંભીરે 36 ટી20 મેચો રમી છે અને 27ની એવરેજથી 932 રન બનાવ્યા છે. ગૌતમ ગંભીરની ક્રિકેટર કેરિયર એકદમ શાનદાર રહી છે.