નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સીનિયર સ્પિનર હરભજનસિંહે પોતાની ઓલટાઇમ ટેસ્ટ ઇલેવન ટીમ પસંદ કરી છે. આ ટીમમાં ત્રણ ભારતીય ખેલાડી અને ચાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોને સામેલ કર્યા છે. તે સિવાય ટીમમાં બે સાઉથ આફ્રિકન, એક શ્રીલંકન અને એક પાકિસ્તાની ખેલાડીને પોતાની ટીમમાં પસંદ કર્યા છે. આ ટીમમાં હરભજનસિંહ વિરાટ કોહલી અને ધોનીને સ્થાન આપ્યું નથી. જ્યારે ટીમની કેપ્ટનશીપ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને સોંપી છે. ભજ્જીએ પોતાની ટીમમાં સચિન તેડુંલકર, રાહુલ દ્રવિડ અને વિરેન્દ્ર સહેવાગનો સમાવેશ કર્યો છે.
હરભજનસિંહ લાંબા સમયથી ટીમ ઇન્ડિયાની બહાર છે. હવે તે ઇન્ડિયન પ્રિમિયર લીગમાં ચેન્નઇ સુપરકિંગ્સ ટીમ તરફથી રમતો જોવા મળશે. હરભજનસિંહે ઓપનર તરીકે વિરેન્દ્ર સહેવાગ અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર મૈથ્યૂ હેડનને પસંદ કર્યા છે. ત્રીજા નંબર પર રાહુલ દ્રવિડની પસંદગી કરી છે. જ્યારે ચાર નંબર પર બેટિંગની જવાબદારી માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુંલકરને સોંપી છે.
ઓલરાઉન્ડર તરીકે સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર જેક કાલિસની પસંદગી કરી છે. છ નંબર પર તેણએ રિકી પોન્ટિંગને સ્થાન આપ્યું છે. વિકેટકીપર તરીકે ટીમમાં શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગકારાનો સમાવેશ કરાયો છે. ઝડપી બોલર તરીકે સાઉથ આફ્રિકાના શોન પોલાક, ઓસ્ટ્રેલિયાના ગ્લેમ મેકગ્રા અને પાકિસ્તાનના વસીમ અકરમનો સમાવેશ કરાયો છે. સ્પિનર તરીકે ઓસ્ટ્રેલિયાના સ્પિનર શેન વોર્નની પસંદગી કરાઇ છે.
હરભજનસિંહની ઓલ-ટાઇમ ટેસ્ટ ઇલેવન ટીમઃ વિરેન્દ્ર સહેવાગ (ભારત), મૈથ્યૂ હેડન (ઓસ્ટ્રેલિયા), રાહુલ દ્રવિડ (ભારત), સચિન તેડુંલકર (ભારત), જેક્સ કાલિસ (સાઉથ આફ્રિકા), રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા), કુમાર સંગકારા (શ્રીલંકા), શોન પોલાક (સાઉથ આફ્રિકા), શેન વોર્ન (ઓસ્ટ્રેલિયા), વસીમ અકરમ (પાકિસ્તાન), ગ્લેન મેકગ્રા(ઓસ્ટ્રેલિયા)
હરભજનસિંહે પસંદ કરી ઓલટાઇમ ટેસ્ટ ઇલેવન, કોહલી-ધોનીને ન આપ્યું સ્થાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Mar 2020 08:43 PM (IST)
હરભજનસિંહ લાંબા સમયથી ટીમ ઇન્ડિયાની બહાર છે. હવે તે ઇન્ડિયન પ્રિમિયર લીગમાં ચેન્નઇ સુપરકિંગ્સ ટીમ તરફથી રમતો જોવા મળશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -