રણજી ટ્રોફી: સૌરાષ્ટ્ર અને બંગાલ વચ્ચે 9 માર્ચે રણજી ટ્રોફીની ફાઈનલ મેચ રમાવાની છે. ત્યારે રણજી ટ્રોફી ફાઈનલ પહેલા સૌરાષ્ટ્રની ટીમને બીસીસીઆઈએ મોટો ઝટકો આપ્યો છે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ રવિન્દ્ર જાડેજાને ફાઈનલમાં રમાવાની મંજૂરી આપી નથી. સૌરાષ્ટ્રની ટીમની ઈચ્છા હતી કે ન્યૂઝિલેન્ડ પ્રવાસ પરથી પરત આવેલા રવિન્દ્ર જાડેજા ફાઈનલ મુકાબલો રમે.


ઉલ્લેખનીય છે કે, 12 માર્ચથી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચોની વનડે સીરિઝ રમવાની છે. જો રવિન્દ્ર જાડેજા રણજી ટ્રોફીની ફાઈનલ રમશે તો પ્રથમ વનડે રમી શકશે નહીં. દેશમાં અગાઉની નીતિના આધારે જાડેજાને ફાઈનલ રમવાની મંજૂરી આપવામાં આવી નથી.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ જયદેવ શાહે કહ્યું, “અમે જાડેજાને ફાઈનલમાં રમાડવાની મંજૂરી માંગી હતી. પરંતુ દેશ પહેલા આવે છે, તેથી જાડેજા ફાઈનલમાં રમી શકશે નહીં. ”

સૌરાષ્ટ્રે રણજી ટ્રોફીના બીજા ફાઈનલ મુકાબલામાં ગુજરાતને 91 રનથી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રાજકોટમાં ફાઈનલ મેચ રમાશે. ફાઈનલમાં સૌરાષ્ટ્ર તરફથી પુજારા રમતો જોવા મળશે.

રણજી ટ્રોફી: જયદેવ ઉનડકટે તોડ્યો 21 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગતે