હાર્દિક પંડ્યાએ રિલાયન્સ વન ટીમ તરફતી રમતા બીપીસીએલ ટીમની સામે 55 બોલમાં 20 સિક્સર અને 6 ફોરની મદદથી નોટઆઉટ 158 રન બનાવ્યા હતા. આ દરમિયાન હાર્દિક પંડ્યાની સ્ટ્રાઈક રેટ 287.27 રહી હતી. સદી ફટકારી ત્યાં સુધી હાર્દિક પંડ્યાએ 39 બોલ રમ્યા હતા, જેમાં 14 સિક્સર અને 2 ફોર સામેલ હતી.
આ પહેલા મંગળવારે મુંબઈમાં રમાઈ રહેલા Dy પાટિલ ટી20 કપમાં હાર્દિક પંડ્યાએ ધમાકેદાર શતકીય ઈનિંગ રમી હતી. હાર્દિકે 39 બોલમાં 105 રનની વિસ્ફોટક ઈનિંગ રમી. આ ઑલરાઉન્ડરે રિલાયન્સ વન તરફથી CAG વિરુદ્ધ રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં આ ઈનિંગ રમી. તેની સ્ટ્રાઇક રેટ 269.23ની રહી હતી. હાર્દિક પંડ્યાએ માત્ર ચાર દિવસમાં બે શાનદાર સદી ફટકારતા બધાને ચોંકાવી દિધા છે.