મુંબઇમાં લાઇટ આપનારી મુખ્ય કંપની અદાણી ઇલેક્ટ્રીસિટી છે, અને તેના પર બીલને લઇને છેલ્લા કેટલાક દિવસોથી સવાલો ઉઠી રહ્યાં છે. લૉકડાઉન દરમિયાન લોકો પોતાના ઘરોમાં જ રહ્યાં છે, અને આ દરમિયાન વીજળીનુ બીલ ખુબ વધી ગયેલુ આવ્યુ છે. કેટલાક ફિલ્મ સ્ટાર્સએ પણ દાવો કર્યો કે આ તેના સામાન્ય બીલથી અનેક ગણુ વધારે છે.
હજભજને ટ્વીટ કર્યુ છે, તેને ટ્વીટમાં અદાણી ઇલેક્ટ્રિસિટીને ટેગ પણ કરી છે, ભજ્જીનુ બીલ 34 હજાર રૂપિયા આવ્યુ છે. તેને કહ્યું કે આટલુ બિલ આખા મહોલ્લાનુ લગાવી દીધુ છે કેશુ, સામાન્ય બીલથી સાત ગણુ વધારે છે.
હરભજન લાઇટ બીલનો મેસેજ પણ લખ્યો છે, તે પ્રમાણે તેનુ બીલ 33900 રૂપિયા છે, અને તેને 17 ઓગસ્ટ સુધી ચૂકવવાનુ છે. હરભજનના આ ટ્વીટ પર કેટલાય લોકોએ કૉમેન્ટ પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે, બીલની વધેલી રકમને લઇને અગાઉ અરશદ વારસી, તાપસી પન્નૂ, હુમા કુરેશી અને રેણુકા શહાણે જેવા સેલેબ્સ પણ ફરિયાદ કરી ચૂક્યા છે.