નવી દિલ્હીઃ ટી-20 વર્લ્ડકપ રદ્દ થવાની સાથે જ આઈપીએલ 2020ના આયોજનનો માર્ગ મોકળો થઈ ગયો છે. ચાલુ વર્ષે આ લીગ 19 સપ્ટેમ્બર થી 9 નવેમ્બર વચ્ચે રમાશે. આ ખબરથી ક્રિકેટ ફેન્સની સાથે આઈપીએલમાં રમનારા ક્રિકેટર પણ ખુશ છે. ટીમ ઈન્ડિયાના બેટ્સમેને રૈનાએ આઈપીએલની તારીખને લઈ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી છે.


આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતો રૈના હાલ ગાઝિયાબાદમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. રૈના સાથે પંત પણ પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ પહેલા પીયૂષ ચાવલા અને મોહમ્મદ શમી પણ રૈના સાથે પ્રેક્ટિસ કરતાં જોવા મળ્યા હતા. નેટ પર અભ્યાસ બાદ ઈન્સ્ટાગ્રામ પર રૈનાએ એક તસવીર પોસ્ટ કરીને લખ્યું, વીકેન્ડમાં ફરવું, જ્યારે અમે ફરીથી મેદાન પર રમી શકીએ છીએ ત્યારે આ એક સપના જેવું છે. વીકેંડની તૈયારીઓ સાથે તૈયાર.



સુરેશ રૈના આઈપીએલમાં સૌથી વધારે રન બનાવનારો બીજો ખેલાડી છે. રેનાએ 193 આઈપીએલ મેચમાં 33.34ની સરેરાશથી 5,368 રન બનાવ્યા છે. આ લિસ્ટમાં પહેલા નંબરે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી છે. તેણે 5,412 રન બનાવ્યા છે.

મોદી સરકાર ક્યારથી મૂવી થીયેટરો અને જીમ્નેશિયમ ખોલશે ? જાણો મોટા સમાચાર