Harbhajan Singh-Geeta Basra Baby: ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર ક્રિકેટર હરભજન સિંહ તથા બોલિવૂડ એક્ટ્રેસ ગીતા બસરા ફરીથી માતા-પિતા બન્યા છે. ગીતા બસરાએ પુત્રને જન્મ આપ્યો છે. તેમનું આ બીજું સંતાન છે. તેમનું પ્રથમ સંતાન દીકરી છે, જેનું નામ હિનાયા છે.
હરભજને ખુદ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તેણે લખ્યું અમારા ઘરે પુત્રનો જન્મ થયો છે. ગીતા અને નવજાત બંને તંદુરસ્ત છે. તમારા બધાની શુભેચ્છા અને સતત પ્રેમ તથા સપોર્ટ માટે આભાર.
કેવી છે હરભજનની ક્રિકેટ કરિયર
હરભજન સિંહે 103 ટેસ્ટમાં 417 વિકેટ ઝડપી છે. જ્યારે 236 વન ડેમાં 269 શિકાર કર્યા છે. 28 ટી-20 ઈન્ટરનેશનલમાં તેણે 25 વિકેટ લીધી છે. આઈપીએલની 163 મેચમાં હરભજનના નામે 150 વિકેટ બોલે છે.
હરભજને 3 જુલાઈએ ઉજવ્યો હતો બર્થ ડે
પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે શનિવાર, 3 જુલાઈના રોજ 41મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. આ દરમિયાન તેની પત્ની ગીતા બસર અને પુત્રી પણ સાથે જોવા મળ્યા હતા. હરભજન સિંહે તેની ઓલ ટાઇમ ઇલેવન પસંદ કરી હતી. જેમાં તેણે ધોનીને કેપ્ટન બનાવ્યો હતો. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ફેસબુક પેજે વીડિયો શેર કર્યો હતો. જેમાં હરભજને ઓલટાઈમ ઈલેવન જાહેર કરી હતી. આ ટીમમાં તેણે ચાર ભારતીય, બે ઓસ્ટ્રેલિયન, બે શ્રીલંકન સહિત ઈંગ્લેન્ડ, પાકિસ્તાનના અને સાઉથ આફ્રિકાના એક એક ખેલાડીને સ્થાન આપ્યું હતું, હરભજન સિંહની ઓલટાઈમ ઈલેવન આ ટીમમાં તેણે ઓપનર તરીકે સચિન તેંડુલકર અને રોહિત શર્માને સ્થાન આપ્યું હતું. જે બાદ વિરાટ કોહલી, રિકી પોન્ટિંગ, જેક કાલિસ, એન્ડ્રૂ ફ્લિન્ટોફ, એસ એસ ધોની, શેન વોર્ન, વસીમ અક્રમ, લસિથ મલિંગા અને મુથૈયા મુરલીધનનો સમાવેશ કર્યો હતો.
ફિલ્મોમાં નજરે પડશે ભજ્જી
હરભજન સિંહે તેના જન્મ દિવસે તેની નવી ફિલ્મના મેકર્સે એક પોસ્ટર રિલીઝ કર્યુ હતું. આ પોસ્ટરને હરભજને ખુદ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. આ ફિલ્મનું નામ ફ્રેન્ડશિપ છે અને હરભજન તેના દ્વારા સિલ્વર સ્ક્રીન પર પર્દાપણ કરવાનો છે. પરંતુ હરભજને પહેલા પણ ટીમના બાકી ખેલાડીઓની સાથે ફિલ્મોમાં નાના-મોટા રોલ કર્યા છે. આ ફિલ્મમાં હરભજનનો રોલ એક મિકેનિકલ એન્જિનિયરિંગ સ્ટૂડન્ટ હશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં હરભજનનું નામ ભજ્જી હશે. આ ફિલ્મ જોન પોલના ડાયરેક્શનમાં બની રહી છે. આ ફિલ્મની જાહેરાત પાછલા વર્ષે કરી દેવામાં આવી હતી. આ ફિલ્મને હિન્દી, તમિલ અને તેલુગૂમાં રિલીઝ કરવામાં આવશે.
બે વખત અપાવ્યો છે વિશ્વકપ
હરભજન સિંહએ ભારતને બે વિશ્વકપમાં જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં 2007 ટી20 વિશ્વકપ અને 2021માં ક્રિકેટ વિશ્વકપમાં ભજ્જીએ ભારતના સ્પિન બોલિંગ યૂનિટની આગેવાની કરી હતી. હરભજનના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 700થી વધુ વિકેટ છે.