નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેનારા પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે ફેરવેલ મેચનું આયોજન કરવા માટે તૈયાર છે. બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું, બોર્ડ આગામી આઈપીએલ દરમિયાન આ મામલે ધોની સાથે વાત કરશે અને બાદમાં તે મુજબ આગળનો કાર્યક્રમ નક્કી કરીશું.
અધિકારીએ કહ્યું, હાલ કોઈ આંતરરાષ્ટ્રીય સીરિઝ નથી. આઈપીએલ દરમિયાન અમે જોઈશું કે શું થઈ શકે છે. ધોનીએ દેશ માટે ઘણું બધુ કર્યું છે અને તે આ સન્માનનો અધિકારી છે. અમે હંમેશા તેના માટે એક ફેરવેલ મેચ ઈચ્છતા હતા પરંતુ ધોની અલગ ખેલાડી છે. જ્યારે તેણે સંન્યાસની જાહેરાત કરી તો કોઈએ આ અંગે વિચાર્યું પણ નહોતું.
ICCની ત્રણ મોટી ટ્રોફી જીતી હોય તેવો ધોની ક્રિકેટ વર્લ્ડનો એકમાત્ર એવો કેપ્ટન છે. ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા આઈસીસી ટી-20 વર્લ્ડકપ 2007, ક્રિકેટ વર્લ્ડકપ 2011 અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2013 જીતી ચુક્યું છે. આ ઉપરાંત ભારતને 2009માં પ્રથમ વખત ટેસ્ટમાં નંબર-1 પણ ધોનીએ જ બનાવ્યું હતું.
ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે. તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે.
ભારતને 2007નો ટી-20 વર્લ્ડકર જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે.
ભાવનગરઃ મહુવા નજીક સાવરકુંડલા રોડ પર બાઈક સામ સામે અથડાયા, બંને બાઈકસવારના મોત
ભારતમાં વધુ એક કંપનીએ કોરોનાની દવા કરી લોન્ચ, 41 શહેરોમાં કરશે ફ્રી હોમ ડિલિવરી, જાણો શું છે ભાવ
MS Dhoni Retirement: BCCI ધોનીને આપવા માંગે છે ફેરવેલ મેચ, IPL બાદ થઈ શકે છે ફેંસલો, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Aug 2020 05:48 PM (IST)
અધિકારીએ કહ્યું, હાલ કોઈ આંતરરાષ્ટ્રીય સીરિઝ નથી. આઈપીએલ દરમિયાન અમે જોઈશું કે શું થઈ શકે છે. ધોનીએ દેશ માટે ઘણું બધુ કર્યું છે અને તે આ સન્માનનો અધિકારી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -