hardik pandya gf 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચો હંમેશા ચાહકો માટે રોમાંચ અને ઉત્તેજનાથી ભરપૂર હોય છે, અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની રવિવારની મેચ પણ કંઈક આવી જ હતી. મેચના મેદાનમાં ખેલાડીઓનો ઉત્સાહ તો હતો જ, પરંતુ સ્ટેડિયમમાં એક ખાસ ચહેરો પણ જોવા મળ્યો, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું - અભિનેત્રી જાસ્મીન વાલિયા, જેને હાર્દિક પંડ્યાની અફવા ગર્લફ્રેન્ડ તરીકે ઓળખવામાં આવી રહી છે.


ભારત અને પાકિસ્તાનની મેચ ક્રિકેટ જગતની સૌથી મોટી રાઈવલરી માનવામાં આવે છે અને આ મેચને જોવા માટે બોલિવૂડ સ્ટાર્સ પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. પરંતુ લોકોની નજર હાર્દિક પંડ્યાની કથિત ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયા પર ટકેલી હતી, જે ડગઆઉટમાં પોતાની ટીમને ચીયર કરતી જોવા મળી હતી. જાસ્મીન વાલિયાનો સ્ટેડિયમમાં મેચ જોતી એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.


જાસ્મીન વાલિયા છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પંડ્યા સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. એવી અફવાઓ ફેલાઈ રહી છે કે હાર્દિક પંડ્યા તેના પત્ની નતાશા સ્ટેનકોવિકથી અલગ થયા બાદ જાસ્મીનને ડેટ કરી રહ્યો છે, જોકે આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જાસ્મીન વાલિયા એક જાણીતી અભિનેત્રી અને ગાયિકા છે અને તેણે બોલિવૂડની સુપરહિટ ફિલ્મ 'સોનુ કે ટીટુ કી સ્વીટી'માં કામ કર્યું છે. એટલું જ નહીં, IMDB અનુસાર તેણે હોલીવુડની પ્રખ્યાત ફિલ્મ 'હેરી પોટર' (૨૦૦૧)માં પણ કામ કર્યું હતું, જેમાં તેને હોગવર્ડ્સ જાદુઈ શાળામાં વિદ્યાર્થી તરીકે કાસ્ટ કરવામાં આવી હતી. આ સિવાય જાસ્મીને 'કેઝ્યુઅલ્ટી' નામની ટીવી સીરિઝમાં પણ અભિનય કર્યો છે. હાલમાં જાસ્મીન અનેક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી રહી છે અને તેના ગાયન તથા સંગીત કમ્પોઝિશન માટે પણ જાણીતી છે. જાસ્મીન OTT સીરિઝ 'ડોક્ટર્સ'માં પણ મહત્વની ભૂમિકા ભજવી ચૂકી છે.


હાર્દિક પંડ્યાના અંગત જીવનની વાત કરીએ તો, તેણે પહેલા નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા. તેમની મુલાકાત એક નાઈટ ક્લબમાં થઈ હતી અને તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. થોડા સમયના ડેટિંગ બાદ હાર્દિક અને નતાશાએ ૩૧ મે ૨૦૨૦ના રોજ લગ્ન કર્યા હતા અને તે જ વર્ષે તેઓ એક પુત્રના માતાપિતા બન્યા હતા. જો કે, લગ્નના થોડા વર્ષો બાદ તેમના સંબંધોમાં તણાવ આવ્યો અને ગત વર્ષે તેઓએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો. હવે હાર્દિક અને નતાશા કાયદેસર રીતે અલગ થઈ ગયા છે અને હાર્દિકના જીવનમાં જાસ્મીન વાલિયાના પ્રવેશની અફવાઓએ જોર પકડ્યું છે.


આ પણ વાંચો....


ભારત-પાકિસ્તાન મેચ પહેલા ટીમ ઈન્ડિયાને ફટકો! વિરાટ કોહલી પ્રેક્ટિસમાં ઈજાગ્રસ્ત, પાક. સામે રમવા પર....