ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ નતાશા સ્ટેનકોવિક સાથે ફરી લગ્ન કર્યા છે. બંનેના લગ્ન ઉદયપુરમાં થયા હતા. હાર્દિકે વર્ષ 2020માં નતાશા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા, તે સમયે કોવિડ-19ને કારણે બહુ ઓછા લોકો લગ્નમાં સામેલ થયા હતા. હવે હાર્દિક પંડ્યા અને નતાશાએ વેલેન્ટાઈન ડેના દિવસે ત્રણ વર્ષ પછી લગ્ન કર્યા છે. આ લગ્નની તસવીરો સામે આવી છે. જેમાં આ કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.