Hardik Pandya: આઈપીએલ 2022 સીઝનમાં, હાર્દિક પંડ્યાએ તેની કેપ્ટનશિપથી બધાને પ્રભાવિત કર્યા છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સે IPLની ડેબ્યૂ સિઝનમાં જ પ્રથમ વખત ટાઇટલ જીત્યું હતું. હવે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે હાર્દિક પંડ્યાના જોરદાર વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, આ સિઝનમાં હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી ઘણી અસરકારક રહી અને તેણે પણ સારું પ્રદર્શન કર્યું.


'હાર્દિક પંડ્યાની બોલિંગ સારો સંકેત'
રાહુલ દ્રવિડે કહ્યું કે, હાર્દિક પંડ્યાએ ફરી બોલિંગ શરૂ કરી છે. આ અમારા માટે સારો સંકેત છે. અમે જાણીએ છીએ કે, હાર્દિક પંડ્યા ટીમમાં શું યોગદાન આપી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, હાર્દિક પંડ્યા બોલિંગ કરે તો ટીમને ફાયદો મળે છે. આ સાથે દ્રવિડે કહ્યું કે, હું થોડા કલાકો પહેલાં જ હાર્દિકને મળ્યો હતો. ફાઈનલ રમનારા ખેલાડીઓ માટે અમે તેમને વધારાના દિવસોની રજા આપી છે. પરંતુ મને લાગે છે કે આઈપીએલમાં હાર્દિકની કેપ્ટનશીપ ખૂબ જ પ્રભાવશાળી હતી અને તેણે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું.


દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે કેએલ રાહુલ કેપ્ટન રહેશેઃ
ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે 5 T20 મેચોની શ્રેણી રમશે. આ શ્રેણીની પ્રથમ મેચ 9 જૂને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ જેવા સિનયર ખેલાડીઓને આ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. જ્યારે ઉમરાન મલિક જેવા નવા ખેલાડીઓને ટીમમાં સ્થાન અપાયું છે. આ IPL સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ઉમરાન મલિકે શાનદાર બોલિંગ કરી હતી. આ સાથે જ રોહિત શર્માની ગેરહાજરીમાં, કેએલ રાહુલ ટીમના કેપ્ટનની જવાબદારી સંભાળશે. નોંધનીય છે કે, કેએલ રાહુલ આઈપીએલમાં લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન છે.


આ પણ વાંચોઃ


IPL E-Oction: IPL મીડિયા અધિકારોની હરાજીમાં 5 મોટા ખેલાડીઓ સામેલ, BCCIને થશે જંગી નફો