નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું હાર્ટ એટેક આવવાથી 16 જાન્યુઆરીના રોજ તેમનું નિધન થયું હતું. તેઓ 71 વર્ષના હતા. ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પિતાને યાદ કરી ભાવુક થયો છે. હાર્દિક પંડ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઇમોશનલ વીડિયો શરે કર્યો છે.

આ વીડિયોમાં હાર્દિક અને તેના પિતા હિમાંશુ પંડ્યાની કેટલીક યાદો જોડાયેલી છે. વીડિયોમાં સોન્ગ 'અપને તો અપને હોતે હૈ'નો ઉપયોગ કર્યો છે.



હાર્દિક નાનો દિકરો હોવાના કારણે પિતાનો પ્રિય હતો. હાર્દિક પંડ્યાએ થોડા દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, 'તમને અમારા પર ગર્વ હતો, પરંતુ પિતા અમને બધાને આ વાત પર ગર્વ છે કે, તમે હમેશાં પોતાનું જીવન જીવ્યા! જેમ કે મેં કાલે કહ્યું હતું અને ફરી એકવાર કહીશ કે હું તમને મારા જીવનમાં દરરોજ મિસ કરીશ. લવ યૂ ડેડી.'

હાર્દિકે સોશિયલ મીડિયા પર પિતા સાથેના કેટલાક ફોટો પોસ્ટ કરતા ઇમોશનલ પોસ્ટ લખી હતી. હાર્દિકે લખ્યું હતું કે, “ પિતાજી હવે આપ નથી આ દુનિયામાં તે સ્વીકારવું ખૂબ જ મુશ્કેલ છે. મારું મન એ સ્વીકારવા તૈયાર નથી કે, મારા પિતા, મારા હિરો તેની જિંદગીની જંગ હારી ગયા છે અમે મારી સાથે નથી, જો કે તેમની હસતો ચહેરો અને સ્વીટ મેમરી હંમેશા મારી સાથે જ રહેશે”