નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશમાં હાલ લોકડાઉન લાગુ છે. જેના કારણે આમ આદમીથી લઈ સેલિબ્રિટી, રાજકારાણીઓ, સ્પોર્ટ્સ પર્સન ઘરમાં પુરાઈ રહેવા મજબૂર છે. તેઓ આ દરમિયાન એકબીજા સાથે વાત કરવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે.

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયા પર ઘણો સક્રિય રહે છે. તે સતત તસવીરો અને વીડિયો પોસ્ટ કરીને ફેન્સનું મનોરંજન કરતો રહે છે. હાર્દિક પંડ્યાએ તેની જૂની યાદો ફેન્સ સાથે શેર કરી છે.

હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર ભાઈ કૃણાલ પંડ્યા સાતે 9 વર્ષ જૂનો ફોટો શેર કર્યો છે. ભાઈ કૃણાલને ટેગ કરીને લખ્યું, સ્વેગ મારો દેસી છે. ભારતે 2011માં વર્લ્ડકપ જીત્યો તે વર્ષનો ફોટો પંડ્યા બ્રધર્સના ફેન્સને ઘણી પસંદ આવી રહ્યો છે.

પંડ્યાના ફોટા પર શ્રેયસ ઐયરે કમેન્ટ કરીને લખ્યું- કરણ અર્જુન. જ્યારે શિખર ધવને જબરદસ્ત લખ્યું હતું. હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા બંને ભારત તરફથી રમે છે.

કૃણાલ પંડ્યાએ ડિસેમ્બર 2017માં પંખુડી શર્મા સાથે લગ્ન કર્યા હતા. જ્યારે હાર્દિકે 2020ના પ્રથમ દિવસે જ નતાશા સ્ટાનકોવિક સાથે સગાઈ કરી હતી.