World Cup VIDEO: ભારતમાં અત્યારે આઇસીસી વનડે વર્લ્ડકપ રમાઇ રહ્યો છે, ગઇકાલે લખનઉના મેદાનમાં ઓસ્ટ્રેલિયાની ટક્કર શ્રીલંકા સામે થઇ જેમાં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટથી પોતાની પહેલી જીત નોંધાવી છે, પરંતુ આ મેચમાંથી એક વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં સ્ટાર ક્રિકેટર ડેવિડ વૉર્નર ગ્રાઉન્ડ સ્ટાફની જબરદસ્ત રીતે મદદ કરતો દેખાઇ રહ્યો છે.
ગઇકાલે ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકા (AUS VS SL)ની ટીમો વનડે વર્લ્ડકપ 2023માં આમને-સામને ટકરાઇ હતી. આ મેચ લખનઉના ભારત રત્ન અટલ વિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં શ્રીલંકાની ટીમે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં વરસાદના કારણે થોડો સમય રમત પ્રભાવિત થઈ હતી. વરસાદ વચ્ચે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નરે પોતાની સ્ટાઈલથી ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા હતા.
33મી ઓવર શરૂ થતાની સાથે જ વરસાદે મેચમાં વિક્ષેપ પાડ્યો, જેના પછી ખેલાડીઓ મેદાન છોડીને નીકળવા લાગ્યા હતો, અને સાથો સાથે ગ્રાઉન્ડ્સમેન પીચને કવર દોડી રહ્યાં હતા, આ સમયે મેદાન પર ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નરે પેવેલિયન નહીં પરંતુ ગ્રાઉન્ડ સ્ટાફની સાથે વરસાદની વચ્ચે જોડાઇ ગયો હતો અને વૉર્નર ગ્રાઉન્ડ મેનની જેમ પીચને કવર હાથમાં કવર લઇને દોડ્યો હતો. વૉર્નર આ કવર છેક પિચ સુધી લઈ ગયો અને પીચને ઢાંકવામાં ગ્રાઉન્ડ સ્ટાફની મદદ કરતો દેખાયો હતો. આ વીડિયો અત્યારે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ફેન્સે વૉર્નરના આ સ્પૉર્ટ્સમેન સ્પીરિટના ખુબ જ વખાણ કરી રહ્યાં છે.
આ પહેલા આ મેચમાં ડેવિડ વોર્નરે બે શાનદાર કેચ પણ લીધા હતા. તેણે ઓસ્ટ્રેલિયાના ઓપનર પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસના કેચ પકડ્યા હતા.
-