હોળીના અવસર પર સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે. દરેક શહેર અને ગામડાઓમાં લોકો રંગોના તહેવારની ઉજવણી કરી રહ્યા છે. આ ખાસ અવસર પર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે તેના ચાહકોને શુભેચ્છા પાઠવી છે. તેણે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને ફેન્સને અભિનંદન પાઠવ્યા છે. સચિનનો આ ફોટો તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.


સચિને તેના ચાહકો માટે એક ફોટો ટ્વીટ કર્યો છે. આમાં તેના હાથમાં રંગોથી ભરેલી પ્લેટ જોવા મળે છે. સચિને ફોટોની સાથે કેપ્શનમાં એક રસપ્રદ લાઇન લખી છે. આ સાથે તેણે તેના ચાહકોને હોળીની તસવીરો ટ્વીટ કરવાની પણ વિનંતી કરી છે. સચિનના આ ફોટોને ટ્વિટર પર 40 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.






માસ્ટર બ્લાસ્ટરની આ તસવીર પર ફેન્સ અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકોએ તેને શુભકામનાઓ પાઠવી છે. જ્યારે કેટલાક ચાહકોએ તેમની ઇનિંગનો વીડિયો ટ્વિટ કર્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ખેલાડી સચિને ઘણા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. આમાંથી કેટલાક રેકોર્ડ એવા છે કે તેને તોડવો કોઈ પણ ખેલાડી માટે આસાન નહીં હોય.


પીએમ મોદીએ પણ ધુળેટી શુભેચ્છા પાઠવી 


વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે તમને બધાને હોળીની હાર્દિક શુભકામનાઓ. આપસી પ્રેમ, સ્નેહ અને ભાઈચારાનું પ્રતીક રંગોત્સવ તમારા બધાના જીવનમાં ખુશીઓનો દરેક રંગ લઈને આવે.