મુંબઈઃ IPL 2022 ની પ્રથમ મેચ 26 માર્ચે રમાશે. આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) વચ્ચે રમાશે. આ પહેલા KKRએ તેની નવી જર્સી લોન્ચ કરી છે. ટીમનો નવો કેપ્ટન શ્રેયસ અય્યર આ જર્સી પહેરીને જોવા મળ્યો હતો. KKR એ જર્સી લોન્ચ ઈવેન્ટનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. હોળીના અવસર પર KKR એ તેના ચાહકોને નવી જર્સી ભેટમાં આપી છે.


KKRએ હોળીના અવસર પર જર્સી (KKR new Jersey) લોન્ચ કરીને ચાહકોને ચોંકાવી દીધા છે. જર્સી લૉન્ચ કરતા પહેલા ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરનું ફોટોશૂટ પણ કરવામાં આવ્યું હતું. તેનો વીડિયો KKR દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો છે અને તેની સાથે તસવીરો પણ શેર કરી છે. તસવીરોમાં અય્યર નવી જર્સી પહેરેલો જોવા મળે છે. ટ્વિટર પર KKRના વીડિયોને હજારો લોકોએ લાઈક કર્યો છે. જ્યારે ઘણા લોકોએ આ અંગે પ્રતિક્રિયા પણ આપી છે.


ઉલ્લેખનીય છે કે, IPL ઓક્શનમાં KKRએ શ્રેયસ અય્યરને 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે શ્રેયસની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. શ્રેયસના આઈપીએલ પ્રદર્શન પર નજર કરીએ તો તે અસરકારક રહ્યું છે. તેણે 87 મેચમાં 2375 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 16 અડધી સદી પણ ફટકારી છે. રસપ્રદ વાત એ છે કે આ ટૂર્નામેન્ટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 96 રન છે.