ભારતના સૌથી સફળ કેપ્ટનમાનો એક મહેન્દ્ર સિંહ ધોની કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહે જ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ માહીની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. લોકો તેની એક ઝલક જોવા માટે આતુર રહે છે. હાલમાં ધોની સુરત ખાતે આઈપીએલની તૈયારી કરી રહ્યો છે. આ દરમિયાન કેપ્ટન કુલનું એક રહસ્ય લોકોની સામે આવ્યું છે. ધોની 7 નંબરની જર્સી પહેરે છે તે તો બધા ક્રિકેટ ફેન્સ જાણે જ છે. પરંતુ તે 7 નંબરની જર્સી કેમ પહેરે છે તેના વિેશે કોઈને ખબર નથી. શું તે કોઈ અંધ વિશ્વાસ છે કે પછી કંઈ બીજુ કાઈ. હવે આ વાતનો ખુલાસો ધોનીએ પોતે જ કરી દીધો છે.


આમ જોવા જઈએ તો 7 નંબરની જર્સીનું સમગ્ર વિશ્નમાં ઘણુ મહત્વ છે. ક્રિકેટથી લઈને ફૂટબોલ સુધી દરેક જગ્યાએ 7 નંબરની જર્સીની બોલબાલા છે. આ નંબરની જર્સી ઘણા મહાન ખેલાડીઓએ પહેરી છે. જેમા એરિક કોંટાના, જવાગલ શ્રીનાથ, શોન પોલોક,ક્રિસ્ટિયાનો રોનાલ્ડો,સ્ટીફન ફ્લેમિંગનો સમાવેશ થાય છે. 7 નંબરની જર્સી અંગે ધોનીએ જણાવ્યું કે, હું કોઈ અંધ વિશ્વાસના કારણે આ નંબરની જર્સી નથી પહેરતો પરંતુ મારા જન્મ દિવસની તારીખના કારણે તે પહેરુ છું. તેમણે વધુમાં જણાવ્યું કે, ઘણા લોકો શરૂઆતમાં એવું વિચારતા હતા કે 7 નંબર મારા માટે લકી નંબર છે અને તેના કારણે હું 7 નંબરની જર્સી પહેરુ છું. પરંતુ તેની પાછળ એકદમ સરળ કારણ છે. મારો જન્મ 7 જુલાઈના રોજ થયો છે. આ સાતમાં મહિનાનો સાતમો દિવસ છે. બસ આ જ કારણ છે.


7 નંબરની પસંદગી કરવા અંગે એમ એસ ધોનીએ જણાવ્યું કે, બધી અલગ અલગ વસ્તુઓ અંગે જાણવાની જગ્યાએ કઈ સંખ્યા સૌથી સારી છે અને બધી સંખ્યા વિશે માહિતી લીધા બાદ મે વિચાર્યું કે હું મારી જન્મ તારીખને નંબર તરીકે ઉપયોગ કરીશ. તેમણે આગળ કહ્યું, ઘણા લોકો કહ્યું કે 7 નંબર એક તટસ્થ સંખ્યા છે અને અહિયાં સુધી કે જો આ તમારા માટે કામ ન કરે તો તે તમારી વિરુદ્ધ પણ નથી જતી.


તમને જણાવી દઈએ કે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ધોનીએ 4 વખત આઈપીએલની ટ્રોફી જીતી છે. જ્યારથી આઈપીએલની શરૂઆત થઈ છે ત્યારથી ધોની ચેન્નાઈની કેપ્ટન્સી કરી રહ્યો છે. ધોનીએ પોતાની કેપ્ટન્સીમાં ભારતને પણ ઘણી ટ્રોફી જીતાડી છે.  તેમના નેતૃત્વમાં ભારતે 3 વખત ICC ટ્રોફી જીતી છે. IPLની 15મી સિઝનની શરૂઆત 26 માર્ચથી ચેન્નાઈ સુપર કિગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની વચ્ચે રમાશે.



દીપક ચહર શરૂઆતની મેચો ગુમાવશે


દીપક ચહર આ વખતે IPL રમી શકશે કે નહીં તેનો નિર્ણય એક-બે દિવસમાં લેવામાં આવશે. ચેન્નાઈ સુપરકિંગ ફ્રેન્ચાઈઝીના સીઈઓ કાશી વિશ્વનાથને એક સ્પોર્ટ્સ વેબસાઈટ સાથે વાત કરતા આ નિવેદન આપ્યું છે. જણાવી દઈએ કે, દીપક ચહર ગયા મહિને વેસ્ટ ઈન્ડિઝ સામેની સીમિત ઓવરોની શ્રેણી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. દીપક ચહરને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી, જેના કારણે તે 6 થી 8 અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહી શકે છે. દીપક ચાહર IPLની આ વર્ષની આખી સિઝનમાંથી બહાર થઈ શકે છે. દીપકને ઓછામાં ઓછું IPLના પ્રથમ તબક્કા સુધી બહાર બેસવું જ પડશે.