મુંબઇઃ ક્રિકેટના દિગ્ગજ અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનો આજે 47મો જન્મદિવસ છે, પણ પૂર્વ કેપ્ટને કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પોતાનો જન્મદિવસ નહીં ઉજવવાનો નિર્ણય કર્યો છે, પોલીસ અને ડોકટરો જેવા ઘણા વોરિયર્સ જેઓ કોરોના સામે લડી રહ્યા છે, તેમના માનમાં સચિને આ નિર્ણય લીધો છે.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર હાલ કૉવિડ-19 મહામારી વિરુદ્ધ ભારતની લડાઇમાં એક આગેવાનની ભૂમિકા નિભાવી રહ્યાં છે. સચિનના નજીકના સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી છે. તેમણે કહ્યું છે કે સચિન આ વખતે કોઈ પણ પ્રકારની ઉજવણી કરશે નહીં. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનનો જન્મ 24 એપ્રિલ 1973 માં મુંબઇમાં થયો હતો.
સચિન માને છે કે આ રોગચાળા સામે લડવામાં ફ્રન્ટલાઈન વોરિયર્સ ડોકટરો, નર્સો, તબીબી સહાયકો, પોલીસકર્મીઓ, સૈનિકોનો આભાર વ્યક્ત કરવાનો આ શ્રેષ્ઠ રસ્તો હોઈ શકે છે. અગાઉ પણ સચિને આ રોગચાળા સામે લડવા માટે 50 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું.
સચિન તેંદુલકરે કોરોના કાળમાં પોતાના જીવના જોખમે દેશ સેવા કરી રહેલા ડૉક્ટરો સાથે પણ વાત કરી હતી, લોકડાઉન દરમિયાન સચિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સચિને દેશના 12,000 ડોક્ટરો સાથે લાઇવ ચેટિંગ કર્યું હતું. આ દરમિયાન સચિને રમતની ઇજાઓ અને અન્ય સમસ્યાઓ અંગે પોતાના અનુભવો શેર કર્યા હતા.
સચિન બીસીસીઆઈના માસ્ક ફોર્સનો પણ એક ભાગ છે. તેમણે વીડિયો દ્વારા સંદેશ આપ્યો, "ઘરે માસ્ક બનાવો અને માસ્ક ફોર્સનો ભાગ બનો." યાદ રાખો કે તમારે 20 સેકેન્ડ સુધી તમારા હાથ ધોવાના છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ રાખવાનું છે. ”
સચિન દુનિયાનો બેસ્ટ બેટ્સમેન છે, તેને 200 ટેસ્ટ અને 463 વનડે રમી છે. 2012માં વનડેમાંથી નિવૃત્ત થયેલા સચિનના નામે 49 સદી સહિત 18,426 રન છે.
ભારતના આ મહાન ક્રિકેટરે કોરોના વોરીયર્સને માન આપવા બર્થ ડે ના ઉજવ્યો, 12 હજાર ડોક્ટર્સ સાથે કરી વાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Apr 2020 10:57 AM (IST)
સચિન માને છે કે આ રોગચાળા સામે લડવામાં ફ્રન્ટલાઈન વોરિયર્સ ડોકટરો, નર્સો, તબીબી સહાયકો, પોલીસકર્મીઓ, સૈનિકોનો આભાર વ્યક્ત કરવાનો આ શ્રેષ્ઠ રસ્તો હોઈ શકે છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -