પરંતુ ખિતાબ જીતવાના મામલે રોહિત શર્મા સીએસકે કેપ્ટન ધોની કરતા આગળ છે. રોહિત શર્માની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધીમાં ચાર ખિતાબ જીત્યા છે, જ્યારે ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈની ટીમે ત્રણ વખત આઈપીએલ વિજેતા બની છે.
આઈપીએલના પ્રસારણના અધિકાર રાખતા સ્ટાર સ્પોર્ટ્સના એક પેનલમાં ધોનીને જીતની ટકાવારીના કારણે આઈપીએલના બેસ્ટ કેપ્ટનનો ખિતાબ આપવામાં આવ્યો છે. ધોનીની આગેવાનીમાં ટીમને 60.11 ટકા મેચમાં જીત મળી છે. આ પેનલમાં આશીષ નેહરા, સંજય માંજરેકર,ડેરેન ગંગા, ગ્રીમ સ્મિથ,ડીન જોંસ,સ્ટોક સ્ટાયરિસ અને માઈક હસન જેવા દિગ્ગજ સામેલ હતા.
ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સએ 10માંથી 8 ફાઈનલ મુકાબલામાં જગ્યા બનાવી છે. ધોનીની આગેવાનીમાં ટીમને ત્રણ વખત જ ફાઈનલમાં જીત મળી છે. સાથે જ સ્પોટ ફિક્સિંગના કારણે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ 2016 અને 2017ની આઈપીએલ સીઝનમાં ભાગ નહોતી લઈ શકી.
ધોની અને રોહિત શર્મા સિવાય બેસ્ટ કેપ્ટન બનવાની કેસમાં ગૌતમ ગંભીર, શેન વોર્ન અને એડમ ગિલક્રિસ્ટ પણ સામેલ છે. ગંભીરની આગેવાનીમાં કેકેઆર બે વખત વિજેતા બની છે, જ્યારે વોર્ને રાજસ્થાનની યુવા ટીમને પ્રથમ આઈપીએલના વિજેતા બનાવવામાં મુખ્ય યોગદાન આપ્યું હતું. ગિલક્રિસ્ટની આગેવાનીમાં ડેક્કન ચાર્જસને 2008ની આઈપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.