India vs South Africa: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચની T20 સિરીઝ 8 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. આ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, જ્યાં ટીમની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં રહેશે. આ શ્રેણી માટે ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. શ્રેણીની પ્રથમ મેચ ડરબનના કિંગ્સમીડ મેદાન પર રમાશે, જે ભારતીય સમય અનુસાર રાત્રે 9.30 વાગ્યે શરૂ થશે.


શ્રેણીની બીજી મેચ 10 નવેમ્બરના રોજ ગેકેબરહાના સેન્ટ જ્યોર્જ પાર્કમાં, ત્રીજી મેચ 13 નવેમ્બરે સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમાશે જ્યારે શ્રેણીની છેલ્લી મેચ જોહાનિસબર્ગના ધ વેન્ડરર્સ સ્ટેડિયમમાં રમાશે. આ શ્રેણીની તમામ મેચોનું લાઈવ ટેલિકાસ્ટ સ્પોર્ટ્સ 18 નેટવર્ક પર થશે, જ્યારે ભારતીય ચાહકો જિયો સિનેમા પર મેચનું મફત લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે.


ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20માં કુલ 27 મેચ રમાઈ છે. આ 27 મેચોમાંથી ભારતે 15માં જીત મેળવી છે જ્યારે દક્ષિણ આફ્રિકાએ 11 વખત જીત મેળવી છે. 1 મેચ કોઈ પરિણામ વગર રહી છે. ભારતીય ટીમ હેડ ટુ હેડમાં આગળ છે. હવે નવેમ્બરમાં યોજાનારી ટી-20 શ્રેણી કઈ ટીમ જીતે છે તે જોવું રહ્યું.


દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ટીમ


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ દક્ષિણ આફ્રિકા સામેની આગામી ટી20 સીરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. મયંક યાદવ અને શિવમ દુબેનું ટીમમાં ન હોવું ચિંતાનો વિષય છે, જેમને ઈજાને કારણે સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યા નથી. BCCIએ તેમના નિવેદનમાં એ પણ જણાવ્યું કે રિયાન પરાગને ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી, જે બોર્ડ કેસ સેન્ટર ઓફ એક્સેલન્સમાં જમણા ખભામાં આવેલી ઈજામાંથી સાજા થવાનો પ્રયાસ કરી રહ્યા છે.


બાંગ્લાદેશ સામેની ટી20 સીરીઝમાં 40 બોલમાં સદી ફટકારનાર સંજુ સેમસને હાલ ટી20 ટીમમાં પોતાનું સ્થાન સુરક્ષિત રાખ્યું છે. બીજી તરફ અભિષેક શર્મા પણ બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં નિષ્ફળ રહ્યા હતા, પરંતુ હવે દક્ષિણ આફ્રિકામાં તેમની પાસે પોતાને સાબિત કરવાની તક હશે. અભિષેક ઈમર્જિંગ ટીમ્સ એશિયા કપમાં પણ ઈન્ડિયા એ માટે કોઈ મોટી ઈનિંગ્સ રમી શક્યા નહોતા. એ પણ આશ્ચર્યજનક વિષય છે કે નીતિશ કુમાર રેડ્ડીને ટી20 ટીમમાં સ્થાન મળ્યું નથી, પરંતુ ભારત તેમને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા લઈ જઈ રહ્યું છે.


 






 


દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમ: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, અભિષેક શર્મા, રિંકુ સિંહ, તિલક વર્મા, જીતેશ શર્મા, હાર્દિક પાંડ્યા, અક્ષર પટેલ, રમનદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજય કુમાર, આવેશ ખાન, યશ દયાલ


આ પણ વાંચો ...


IND vs NZ: ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ BCCI એક્શન મોડમાં, ખેલાડીઓ માટે કડક આદેશ જાહેર