ICC Mens Cricket World Cup 2023: ક્રિકેટના સૌથી મોટા કુંભ ક્રિકેટ વર્લ્ડકપની મોટી જાહેરાત ગઇકાલે આઇસીસી દ્વારા કરવામાં આવી ચૂકી છે, હવે આ મામલે વધુ એક મોટુ અપડેટ સામે આવ્યુ છે. ખાસ વાત છે કે, આઇસીસીએ ભારતમાં રમાનારા આગામી વનડે વર્લ્ડકપ 2023નો સંપૂર્ણ કાર્યક્રમ જાહરે કરી દીધો છે, આ મોટી ઇવેન્ટની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 


શું છે વૉર્મ-અપ મેચોનું શિડ્યૂલ - 
આ બધાની વચ્ચે વૉર્મ અપ મેચને લઇને પણ ડિટેલ્સ સામે આવી છે. આ શિડ્યૂલ પ્રમાણે, ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે. પરંતુ તે પહેલા વૉર્મ અપ મેચો રમાશે. વર્લ્ડકપ 2023 માટે કુલ 12 મેદાન પસંદ કરવામાં આવ્યા છે. આમાંથી 10 મેદાનો પર ટૂર્નામેન્ટ મેચો રમાશે, જ્યારે ત્રણ મેદાન પર વૉર્મ-અપ મેચો યોજાશે. વૉર્મ-અપ મેચો ભારતના ત્રણ મેદાનો પર રમાશે, આમાં હૈદરાબાદ, તિરુવનંતપુરમ અને ગૌવાહાટીનું મેદાન સામેલ છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ ભારતે ઈંગ્લેન્ડ અને ક્વૉલિફાયર-1 ટીમ સામે બે વૉર્મ-અપ મેચ રમવાની છે. હાલમાં ઝિમ્બાબ્વેમાં વર્લ્ડકપ 2023ની ક્વૉલિફાયર મેચો રમાઈ રહી છે. આ મેગા ટૂર્નામેન્ટ માટે કુલ 8 ટીમો સીધી ક્વૉલિફાય થઈ હતી, જ્યારે બે ટીમો આ ક્વૉલિફાયર મેચોમાંથી નક્કી કરવામાં આવશે. ભારત પોતાની પ્રથમ વૉર્મ-અપ મેચ 30 સપ્ટેમ્બરે ગૌવાહાટીમાં ઇંગ્લેન્ડ સામે રમશે, વળી, 3 ઓક્ટોબરે રોહિત શર્મા અને બ્રિગેડ તિરુવનંતપુરમમાં ક્વૉલિફાયર-1 સામે ટકરાશે.


ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી શરૂ થશે વર્લ્ડકપ - 
વનડે વર્લ્ડ કપની તમામ મેચ ભારતના 12 મેદાનમાં રમાશે. વર્લ્ડકપની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા પાંચ ઓક્ટોબરના રોજ રમાશે. પ્રથમ મેચમાં ઇગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડ ટકરાશે. ભારતીય ક્રિકેટ ટીમ 8 ઓક્ટોબરે વર્લ્ડકપની પ્રથમ મેચ રમશે. ભારતની ટક્કર ઓસ્ટ્રેલિયા સામે ચેન્નઇમાં થશે.


15 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે - 
વર્લ્ડકપની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાશે. બે સેમિફાઇનલ મેચ મુંબઇ અને કોલકત્તામાં રમાશે. વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબર (રવિવાર)ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.


સેમિ ફાઈનલ મેચ મુંબઈ અને કોલકાતામાં રમાશે -
વર્લ્ડ કપ દરમિયાન રાઉન્ડ રોબિન લીગમાં 10 ટીમો એકબીજા સામે ટકરાશે, જેમાં 45 મેચો હશે. આ પછી સેમિ ફાઈનલ અને ફાઈનલ રમાશે. પ્રથમ સેમિફાઇનલ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે અને બીજી સેમિફાઇનલ 16 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. 


વાનખેડે સ્ટેડિયમે 2011 વર્લ્ડ કપની ફાઈનલનું આયોજન કર્યું હતું, જેમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે શ્રીલંકાને હરાવીને 28 વર્ષ બાદ વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો. જો કે, ઈડન ગાર્ડન્સે 1987ની ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ટાઈટલ મેચની યજમાની કરી હતી જે ઓસ્ટ્રેલિયાએ જીતી હતી.


ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે - 
ODI વર્લ્ડ કપમાં પ્રથમ સેમિફાઇનલ મેચ 15 નવેમ્બરે રમાશે. બીજી સેમિફાઇનલ મેચ 16 નવેમ્બરે રમાશે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. સેમી ફાઈનલ મુંબઈ અને કોલકાતામાં જ્યારે ફાઈનલ અમદાવાદમાં રમાશે. ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે, જ્યારે આખો વર્લ્ડ કપ ભારતમાં રમાશે. અગાઉ, ભારતે સંયુક્ત રીતે 1987, 1996 અને 2011 ODI ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. મંગળવારે મુંબઈમાં 13મા ODI વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું હતું.


 


Join Our Official Telegram Channel: 


https://t.me/abpasmitaofficial