Asia Cup 2022, Virat Kohli: સંયુક્ત આરબ અમીરાતમાં 27 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપ પહેલા ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સ્વીકાર્યું હતું કે તેણે ઈંગ્લેન્ડના પ્રવાસમાં સારું પ્રદર્શન કર્યું ન હતું. ત્યારબાદ તેણે તેના શોટની પસંદગીમાં ફેરફાર કર્યો હતો. અને તેમાં ઘણા સુધારા કર્યા છે.
જૂલાઈમાં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન છેલ્લી મેચમાં રમ્યા બાદ કોહલીએ લગભગ એક મહિના માટે ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. ત્યારબાદ તેને વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. નવેમ્બર 2019થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ન ફટકારવાને કારણે કોહલી લાંબા સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. હવે તે ટી-20 ફોર્મેટમાં એશિયા કપમાંથી ભારતીય ટીમમાં વાપસી કરી રહ્યો છે.
જો કોહલી 28 ઓગસ્ટે દુબઈમાં પાકિસ્તાન સામેની એશિયા કપની પ્રથમ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવે છે તો તે કોહલીની 100મી T20I મેચ હશે. કોહલીએ સ્ટાર સ્પોર્ટ્સ પર 'ગેમ પ્લાન' શોમાં કહ્યું હતું કે ઇંગ્લેન્ડમાં જે થયું તે અલગ વાત હતી, મેં મારા શોટની પસંદગીમાં સુધારો કર્યો છે. હવે મને બેટિંગમાં કોઈ સમસ્યા દેખાતી નથી. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કોહલીએ કહ્યું હતું કે તેનાથી રમતની સાથે સાથે જીવન પ્રત્યેના તેના દૃષ્ટિકોણમાં સુધારો થયો છે.
તેણે કહ્યું હતું કે હું જાણું છું કે હું શું કરી રહ્યો છું અને જ્યારે તમારી પાસે પરિસ્થિતિઓ અને પ્રતિકૂળતાનો સામનો કરવાની અને વિવિધ પ્રકારની બોલિંગનો સામનો કરવાની ક્ષમતા ન હોય ત્યારે તમે તમારી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તેટલું આગળ વધી શકતા નથી. હું જાણું છું કે તેમાં ઉતાર-ચઢાવ આવશે અને જ્યારે હું આ તબક્કામાંથી બહાર આવીશ ત્યારે મને ખબર છે કે હું કેટલો સુસંગત રહી શકું છું. મારા અનુભવો મારા માટે મહત્વપૂર્ણ છે.
Ahmedabad: અમદાવાદની સૌ પ્રથમ મહિલા ડ્રગ્સ ડીલરની ધરપકડમાં શું થયો મોટો ખુલાસો ? જાણીને ચોંકી જશો
PIB Fact Check: તમને 25 લાખના લોટરી લાગી છે ? આવો મેસેજ મળે તો ચેતી જાજો નહીંતર....