લારાએ લખ્યું, તે શાનદાર ઈનિંગ હતી. હું સમજી શકું છું કે ઓસ્ટ્રેલિયા માટે મેચ જીતવી મહત્વની હતી અને હવામાન પણ મહત્વનો રોલ ભજવે છે. પરંતુ જો તેમણે ઈનિંગને આગળ વધારી હોત તો મને સારું લગાત. અહીંયા હાજર રહીને હું તે જોવાનું પસંદ કરત. જો કેપ્ટને કહ્યું હોત કે, ડેવિડ તારી પાસે 12 ઓવર છે. શું તું ટી સુધી કરી શકીશ.
લારાએ કહ્યું, આ ઐતિહાસક ક્ષણનો સાક્ષી બનવા માટે હું એડિલેડ જવાની તૈયારી કરતો હતો. સર ડોન બ્રેડમેનને પાછળ રાખ્યા બાદ હું તેને મારા રેકોર્ડ પાછળ દોડતો જોવાનું પસંદ કરતો. હું કોમેન્ટ્રી સાંભળતો હતો કે શું તે મેથ્યુ હેડનના 380 રન નજીક પહોંચશે, પરંતુ મને લાગ્યું કે જો તે 381 રન સુધી પહોંચી જશે તો નિશ્ચિત રીતે મારો રેકોર્ડ પણ તોડી નાંખશે.
335 રનની નોટ આઉટ ઈનિંગ રમ્યા બાદ વોર્નરને પૂછવામાં આવ્યું, લારાનો 400 રનનો રેકોર્ડ કોણ તોડી શકે છે ? જેનો ક્ષણ પણ વિચાર્યા વગર જવાબ આપ્યો કે રોહિત શર્મા. રોહિત વન ડેમાં મેચ વિનર તરીકે પોતાને સ્થાપિત કરી ચુક્યો છે અને હવે ટેસ્ટ ક્રિકેટમાં પણ તે ઓપનર તરીકે પ્રસ્થાપિત થઈ ચુક્યો છે. ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં તેની પાસે આ રેકોર્ડ તોડવાની તક છે.
અમરેલીઃ નાના ભંડારિયા પાસે કાર વૃક્ષ સાથે અથડાઈ, એક જ પરિવારના ત્રણ લોકોના મોત
મહારાષ્ટ્ર ભાજપના નેતાએ ટ્વિટર પરથી હટાવ્યું BJPનું નામ, શિવસેનામાં થશે સામેલ ? જાણો વિગત