ચાર ટેસ્ટ મેચસ પાંચ ટી20 અને ત્રણ વનડે મેચ માટે ઇંગ્લેન્ડનો ભારત પ્રવાસ 5 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે. પ્રથમ બે ટેસ્ટ ચેન્નઈમાં રમાશે, ત્યાર બાદ મેચ અમદાવાદમાં રમાશે. ટી 20 અને વનડેમાં જાડેજાને રમાડવાને લઈને હજુ સુધી કોઈ નિર્ણય નથી થયો. બીસીસીઆઈના સૂત્રો અનુસાર તેને લઈને બાદમાં નિર્ણય કરવામાં આવશે.
બીસીસીઆઈના એક અધિકારીએ એક અંગ્રેજી અખબારને કહ્યું કે, “જાડેજા ટેસ્ટ સીરીઝમાંતી બહાર થઈ ગયો છે અને તેને ઠીક થવામાં છ સપ્તાહનો સમય લાગશે. વનડે અને ટી20 માટે બીસીસીઆઈએ નિર્મય સિલેક્ટર્સ પર છોડ્યો છે.” જાડેજા સારવાર માટે નેશનલ ક્રિકેટ એકેડમી બેંગલુરુમાં રહેશે.
ઈંગ્લેન્ડ સામે રમાનારી પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. ભારતીય ટીમમાં કેપ્ટન વિરાટ કોહલીની પેટરનીટિ લીવથી વાપસી થઇ છે જ્યારે કે બોલર ઇશાંત શર્માની ઇજા ઠીક થઇ જતા તે પણ ફરીથી જોડાશે. જો કે સૌના આશ્ચર્ય વચ્ચે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ડેબ્યુ કરનાર ટી નટરાજનને આ વખતે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. સાથે જ ગુજરાતના લેફ્ટ આર્મ સ્પીનર અક્ષર પટેલને પણ સ્થાન અપાયુ છે.
ઇંગ્લેન્ડની સામે ટેસ્ટ સિરીઝની પહેલી બે મેચો માટે ભારતીય ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે, ચેતન શર્માની આગેવાનીમાં નવી સિલેક્શન કમિટીએ ઓસ્ટ્રેલિયા સિરીઝ બાદ તરત જ આગામી ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે પ્રથમ બે મેચો માટે પ્લેયર્સનું સિલેક્શન કરી લીધું છે.
ઇંગ્લેન્ડ સિરીઝની પહેલી 18 સભ્યો વાળી સ્ક્વોડમાં કેપ્ટ્ન કોહલી, ઇશાંત શર્મા અને હાર્દિક પંડયાની વાપસી થઇ છે અને સાથે જ ઓલરાઉન્ડર અક્ષય પટેલને પણ સામેલ કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કરનાર ટી નટરાજનને આ ટીમમાં સામેલ કરવાથી બાકાત રાખવામાં આવ્યો છે. સાથે જ ઓપનર પૃથ્વી શૉને પણ જગ્યા નથી મળી.
પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા: વિરાટ કોહલી (કેપ્ટન), રહાણે, રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા,ઋષભ પંત, રિદ્ધિમાન સાહા, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ, આર અશ્વિન, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર.