Cricketer ban: ક્રિકેટ જગત હાલમાં IPL 2024 ના રોમાન્ચમાં ડૂબી ગયું છે. પરંતુ આ તમામ ઉત્તેજના વચ્ચે વેસ્ટ ઈન્ડિઝના એક વિકેટકીપર ખેલાડી પર પ્રતિબંધ લાગ્યો છે. ICCએ 34 વર્ષીય કેરેબિયન ક્રિકેટર ડેવોન થોમસ પર 5 વર્ષ માટે ક્રિકેટના તમામ ફોર્મેટમાં રમવા પર પ્રતિબંધ મૂક્યો છે. થોમસે સ્વીકાર્યું છે કે તેણે શ્રીલંકા ક્રિકેટ (SLC), અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB) અને કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)ના 7 ભ્રષ્ટાચાર વિરોધી કોડનું ઉલ્લંઘન કર્યું છે. આ કારણે ICCએ તેની સામે કડક કાર્યવાહી કરી છે અને તેને 5 વર્ષના પ્રતિબંધની સજા ફટકારી છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે મે મહિનામાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ડેવોન થોમસને 7 આરોપોમાં સસ્પેન્ડ કરી દીધા હતા, પરંતુ હવે તેના પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેના પર મેચ ફિક્સિંગનો પણ આરોપ હતો અને તેને પોતાનો ખુલાસો કરવા માટે 14 દિવસનો સમય આપવામાં આવ્યો હતો.
આઈસીસીના ઈન્ટિગ્રિટી યુનિટના જનરલ મેનેજર એલેક્સ હેલ્સે એક નિવેદન જારી કરતા જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય, સ્થાનિક ક્રિકેટ અને ફ્રેન્ચાઈઝી ક્રિકેટ વ્યવસાયિક રીતે રમી ચૂકેલા ડેવોન થોમસએ ઘણા ભ્રષ્ટાચાર વિરોધી સત્રોમાં ભાગ લીધો હતો. તે જાણતો હતો કે એન્ટી કરપ્સન કોડ્સ હેઠળ તેની જવાબદારીઓ શું હતી પરંતુ તે તેની જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ રહ્યો હતો અને આ પ્રતિબંધ યોગ્ય રીતે લગાવવામાં આવ્યો છે અને તે અન્ય ખેલાડીઓને પણ સંદેશ આપે છે કે જેઓ ભ્રષ્ટાચાર કરે છે તેમની સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે.
તે છેલ્લે વર્ષ 2022માં વેસ્ટ ઈન્ડિઝ માટે રમતો જોવા મળ્યો હતો
ડેવોન થોમસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝ માટે માત્ર 1 ટેસ્ટ મેચ રમી શક્યો હતો, જેમાં તેણે 31 રન બનાવ્યા હતા અને 2 વિકેટ પણ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે 21 ODI મેચોમાં 238 રન બનાવવા ઉપરાંત તેણે 2 વિકેટ પણ લીધી હતી. જ્યારે 12 T20 મેચોમાં થોમસ માત્ર 51 રન જ બનાવી શક્યો હતો. તે છેલ્લે વર્ષ 2022માં વેસ્ટ ઈન્ડિઝ માટે રમતો જોવા મળ્યો હતો.
આપણ વાંચો....