ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024ની સીઝન રોમાંચક મેચો સાથે ફાઈનલ તરફ આગળ વધી રહી છે ત્યારે ખેલાડીઓમાં રન અને વિકેટની બાબતમાં ટોચ પર રહેવાની રેસ પણ ઝડપથી આગળ વધી રહી છે.  રનની વાત કરીએ તો વિરાટ કોહલી અને રૂતુરાજ ગાયકવાડ વચ્ચે ઝડપી રેસ છે.


ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની છેલ્લી 16 સિઝનમાં અલગ-અલગ બેટ્સમેનોનો દબદબો જોવા મળ્યો છે. ગત સિઝનમાં શુભમન ગિલે તેની કારકિર્દીમાં પ્રથમ વખત ઘણા રન બનાવીને ઓરેન્જ કેપ જીતી હતી. તેમના સિવાય વિરાટ કોહલી, રોબિન ઉથપ્પા, રૂતુરાજ ગાયકવાડ, શોન માર્શ, મેથ્યુ હેડન, સચિન તેંડુલકર, ક્રિસ ગેલ, માઈકલ હસી, જોસ બટલર, ડેવિડ વોર્નર, કેન વિલિયમસન અને કેએલ રાહુલે ઓરેન્જ કેપ જીતી છે. આ લેખમાં અમે IPL 2024માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.  




ચાલો એક નજર કરીએ IPL 2024માં કયા 5 ખેલાડીઓએ સૌથી વધુ રન બનાવ્યા છે ?


1) રૂતુરાજ ગાયકવાડ (ચેન્નઈ સુપર કિંગ્સ): મેચ - 10, રન - 509, સ્ટ્રાઈક રેટ - 146.68, અડધી સદી/સદી - 4/1, શ્રેષ્ઠ સ્કોર - 108*


2) વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગલોર): મેચ - 10, રન - 500, સ્ટ્રાઈક રેટ - 147.49, અડધી સદી/સદી - 4/1, શ્રેષ્ઠ સ્કોર - 113*


3) સાઈ સુદર્શન (ગુજરાત ટાઇટન્સ): મેચ - 10, રન - 418, સ્ટ્રાઈક રેટ - 135.71, અડધી સદી/સદી - 2/0, બેસ્ટ સ્કોર - 84*


4) કેએલ રાહુલ (લખનૌ સુપરજાયન્ટ્સ): મેચ - 10, રન - 406, સ્ટ્રાઈક રેટ - 142.95, અડધી સદી/સદી - 3/0, શ્રેષ્ઠ સ્કોર - 82


5) ઋષભ પંત (દિલ્હી કેપિટલ્સ): મેચ - 11, રન - 398, સ્ટ્રાઈક રેટ - 158.26, અડધી સદી/સદી - 3/0, બેસ્ટ સ્કોર - 88*



રુતુરાજ આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે.  આ મામલે તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. કોહલીએ 10 મેચમાં 71.43ની એવરેજ અને 147.49ની સ્ટ્રાઈક રેટથી 500 રન બનાવ્યા છે. પંજાબની સામે ઋતુરાજે 48 બોલમાં 62 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે તેણે ઓરેન્જ કેપના મામલે કોહલીને પાછળ છોડી  આ તાજ જીત્યો. IPL 2024માં હવે ઋતુરાજે 10 મેચમાં 509 રન બનાવ્યા છે.  


આઈપીએલ 2024 પહેલા ચેન્નઈ સુપર કિંગ્સની કમાન એમએસ ધોની પાસેથી લઈને ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી હતી. ગાયકવાડની કેપ્ટનશીપમાં ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન મધ્યમ રહ્યું છે.  ચેન્નઈને કુલ 10 મેચમાંથી 5માં જીત મળી છે જ્યારે 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.