શોએબ અખ્તરના એક વિવાદિત નિવેદન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના કાયદાકીય સલાહકારે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
વાત એમ છે કે, તાજેતરમાં જ શોએબ અખ્તરે પોતાની યુટ્યૂબ ચેનલ પર એક વીડિયો પૉસ્ટ કર્યો હતો, જેમાં તે પાકિસ્તાની ક્રિકેટર ઉમર અકમલ પર પીસીબી તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધ વિશે બોલી રહ્યો હતો. આ દરમિયાન તેને પીસીબીના કાયદાકીય સલાહકાર તફઝ્ઝુલ રિઝવીને લઇને એક વિવાદાસ્પદ નિવેદન આપી દીધુ.
અખ્તરે તફઝ્ઝુલ રિઝવીની મજાક ઉડાવી હતી, અને કાયદાકીય અનુભવ પર સવાલો ઉભા કર્યા હતા. તેને કહ્યું બે ટકાની વકીલોને કોઇ નથી ઓળખતુ, તફઝ્ઝુલ રિઝવી પૈસા બનાવે છે, કેસ ગુંચવે છે, અને પછી હારી જાય છે.
અખ્તરના આ વિવાદીત નિવેદન બાદ તફઝ્ઝુલ રિઝવીએ અખ્તર પર કેસ દાખલ કરી દીધો છે. પીસીબીએ પણ અખ્તરના આવા વિવાદિત નિવેદન પર નારાજગી દર્શાવી હતી.