નવી દિલ્હીઃ ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચિનના ટેલેન્ટને આખી દુનિયા જોઇ ચૂકી છે. હવે આ સચિનના ટેલેન્ટ પર પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવે પોતાના મત રજૂ કર્યો છે. કપિલ દેવ માને છે કે, સચિનમાં જબરદસ્ત ટેલેન્ટ છે, અને ક્રિકેટમાં તે હજુ ઘણુબધુ કરી શકતો હતો.


ભારતને પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બનાવનારા કેપ્ટન કપિલ દેવે કહ્યું કે, કેટલીયવાર હુ બોલુ છું, લોકો તેને ખોટુ સમજે છે. મારા હિસાબે સચિન તેંદુલકર ભારતનો સૌથી બેસ્ટ ક્રિકેટર છે. છતાં પણ મને લાગે છે કે સચિને જે કંઇપણ કર્યુ છે, તેનાથી પણ તે ક્રિકેટમાં વધુ હાંસલ કરી શકતો હતો.

એક એફએમ રેડિયો સ્ટેશન સાથે વાતચીત કરતાં કપિલે કહ્યું કે, સચિનથી વધુ ક્રિકેટમાં કોઇએ હાંસલ નથી કર્યુ, પણ સચિનની પાસે આનાથી પણ વધુ પ્રતિભા હતી.

કપિલે કહ્યું તેને ઘણુબધુ કર્યુ, કોઇપણ તેનાથી સારુ પ્રદર્શન નથી કરી શક્યુ, પણ મને લાગે છે કે સચિનની પાસે તેનાથી પણ વધારે કરવાની પ્રતિભા હતી.

સચિને 24 વર્ષની ક્રિકેટ કેરિયરમાં સૌથી વધુ રન અને સૌથી વધુ સદીઓ ફટકારી છે, અને ભારતને મેચો પણ જીતાડી છે.