New ICC Chairman Jay Shah: જય શાહ હવે બીસીસીઆઈના ભૂતપૂર્વ સચિવ કહેવાશે કારણ કે આજથી એટલે કે 1 ડિસેમ્બરથી તેઓ આઈસીસીના નવા અધ્યક્ષનું પદ સંભાળવા જઈ રહ્યા છે. શાહને આ વર્ષે ઓગસ્ટમાં સર્વસંમતિથી નવા અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને હવે તેઓ સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના ચીફ તરીકેનો ચાર્જ સંભાળવા જઈ રહ્યા છે. ચાર્જ સંભાળતા પહેલા, જય શાહે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે તેમની પ્રાથમિકતાઓમાં 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટનું સફળ આયોજન અને મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.


 






જય શાહે ખુશી વ્યક્ત કરી અને કહ્યું, "ચેરમેનનું પદ સંભાળીને હું સન્માનની લાગણી અનુભવું છું અને ICCના તમામ ડિરેક્ટરો અને બોર્ડના સભ્યોનો તેમના સમર્થન માટે આભાર વ્યક્ત કરું છું. અમે 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિક તરફ આગળ વધી રહ્યા છીએ અને આ સફર ખૂબ જ સફળ થવાની છે. અમે ચાહકો માટે ક્રિકેટની રમતને વધુ આનંદપ્રદ બનાવવાનો પ્રયાસ કરીશું અને ક્રિકેટમાં ઘણા ફોર્મેટ છે અને આપણે તેને સાથે લઈને ચાલવું પડશે. તમને જણાવી દઈએ કે જય શાહ હવે ગ્રેગ બાર્કલેનું સ્થાન લેવા જઈ રહ્યા છે, જે નવેમ્બર 2020થી આઈસીસીના ચીફ હતા. શાહે બાર્કલેના યોગદાનને બિરદાવ્યું અને તેની ખૂબ પ્રશંસા પણ કરી.


ICCના અધ્યક્ષ બનવામાં 15 વર્ષ લાગ્યાં
જય શાહે વર્ષ 2009માં ક્રિકેટ મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશનમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે તે માત્ર 21 વર્ષના હતા. તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં બોર્ડ મેમ્બર હતા અને 4 વર્ષનો અનુભવ મેળવ્યા બાદ તેમને વર્ષ 2013માં GCA ના જોઈન્ટ સેક્રેટરી બનવાની તક મળી. 2015માં તેમણે ફાઇનાન્સ અને માર્કેટિંગ કમિટીના સભ્ય બનીને BCCIમાં પ્રવેશ કર્યો. તેણે 2019 માં GCA ના સંયુક્ત સચિવ પદ પરથી રાજીનામું આપ્યું કારણ કે તે જ વર્ષે તે BCCI ના સચિવ બન્યા અને નવેમ્બર 2024 સુધી તે જ પદ પર રહ્યા. ICCના અધ્યક્ષ હોવા ઉપરાંત, તેઓ હાલમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષનું પદ પણ ધરાવે છે.


આ પણ વાંચો...


Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે