ICC Cricket World Cup League 2: આઇસીસી દ્વારા હાલમાં આઇસીસી વનડે વર્લ્ડકપ 2023 માટે ક્વૉલિફાય રાઉન્ડની મેચ રમાડવામાં આવી રહી છે, આ વનડે વર્લ્ડકપ 2023નો ભારતમાં રમાવવાનો છે, અને આજે નેપાલ અને યૂએઇ વચ્ચે 134મી ક્વૉલિફાય મેચ રમાઇ હતી, જેમાં નેપાલે યૂએઇને હાર આપીને આઇસીસી ક્રિકેટ વનડે વર્લ્ડકપ 2023 માટે ક્વૉલિફાય કરી લીધુ છે. આજની મેચમાં નેપાલની ટીમે ડીએલએસ પદ્ધતિ દ્વારા 9 રનથી જીત હાંસલ કરી છે, આ સાથે જ તે નેપાલની ટીમ ક્વૉલિફાયર માટે ક્વૉલિફાય થઇ ગઇ છે.
નેપાલ અને યૂએઇ વચ્ચે આજની આ મેચ કીર્તિપુરમાં ત્રિભૂવન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ હતી. કીર્તિપુર ગ્રાઉન્ડ બહાર યૂએઇ વિરુદ્ધ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ લીગ બે 2019-23 જોવા મળી, અહીં ફેન્સનો જબરદસ્ત ક્રેઝ પણ જોવા મળ્યો, ફેન્સ મેચ જોવા માટે ઝાડ પર ચઢી ગયા હતા. આની તસવીરો પણ ખુબ વાયરલ થઇ રહી હતી.
ત્રિભૂવન યૂનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી મેચમાં યૂએઇની ટીમે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, જેમાં યૂએઇએ નિર્ધારિત 50 ઓવરમાં સારો એવો સ્કૉર કરી લીધો હતો, યૂએઇએએ 50 ઓવરના અંતે 6 વિકેટો ગુમાવીને 310 રન બનાવી લીધા હતા. જવાબમાં નેપાલની ટીમે 44 ઓવર સુધીની રમત રમી હતી, જેમાં નેપાલની ટીમે પણ 6 વિકેટના નુકશાને 269 રન બનાવી લીધા હતા, જોકે, બાદમાં આગળની મેચ શરૂ ન હતી થઇ શકી અને આખરે એમ્પાયરે આઇસીસીના ડીએલએસ નિયમથી નેપાલને જીત આપી હતી.
નેપાલને બીજી ઇનિંગમાં ડીએસએલ નિયમથી 44 ઓવરમાં 269 રનનો ટાર્ગેટ ચેઝ કરવાનો હતો, જેને નેપાલે આસાનીથી કરી લીધો હતો.
આ મેચમાં યૂએઇએ તરફથી સૌથી વધુ આસિફ ખાને 101 રન સદી નોંધાવી હતી, આ પછી વૃત્યા અરવિંદે પણ 94 રનની ઇનિંગ રમી હતી. જ્યારે નેપાલ તરફથી ભીમ સરકી 67 રન, આરિફ શેખ 52 રન, કુશલ ભૂરટેલ 50 રન અને ગુલશન ઝાએ 50 રનોની ઇનિંગ રમી હતી.
ઉલ્લેખનીય છે કે, આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ ક્વૉલિફાયરમાં નેપાલ અને યૂએઇ ચોથા અને છઠ્ઠા સ્થાન પર હતા, સાત ટીમો ભારતમાં 2023 વર્લ્ડકપ માટે ક્વૉલિફાય કરી ચૂકી છે. તે ટીમો ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, અને આફઘાનિસ્તાનની ટીમો સામેલ છે.