ICC Cricket World Cup 2023: કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે ગુરુવાર, 16 નવેમ્બરના રોજ રમાનારી વન-ડે વર્લ્ડકપની બીજી સેમિફાઇનલ મેચ પર વરસાદનો ખતરો મંડરાઇ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, બે દિવસ એટલે કે 16 અને 17 નવેમ્બરે ભારે વરસાદની સંભાવના છે. જેના કારણે વર્લ્ડ કપની સેમિફાઇનલ ધોવાઇ શકે છે. IMD અનુસાર, બંગાળની ખાડી પરના લો પ્રેશર વિસ્તારને ડિપ્રેશનમાં પરિવર્તિત થવાને કારણે આગામી બે દિવસમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળના ઘણા દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.


16 અને 17 નવેમ્બરે બંગાળના ઘણા જિલ્લાઓમાં વરસાદની સંભાવના


હવામાન વિભાગે કહ્યું કે 16 નવેમ્બરે બંગાળના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થશે અને 17 નવેમ્બરે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. હાલમાં 16 થી 18 નવેમ્બર સુધી પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે અને તેની આસપાસના દરિયામાં ન જવાની પણ સલાહ આપવામાં આવી છે. દરમિયાન, ઓડિશાના મોટાભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. IMD એ 16 નવેમ્બરે ઓડિશાના પુરી, કેન્દ્રપારા, કટક, જગતસિંહપુર, ભદ્રક અને બાલાસોર જિલ્લામાં એક કે બે સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.


બાલાસોર અને ભદ્રક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ


IMD એ 17 નવેમ્બરે બાલાસોર અને ભદ્રક જિલ્લામાં એક કે બે સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા અને મણિપુરમાં 16 થી 18 નવેમ્બર અને દક્ષિણ આસામ અને મેઘાલયમાં 17 નવેમ્બરે ભારે વરસાદની સંભાવના છે.


માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી


IMDની આગાહીને ધ્યાનમાં રાખીને, ઓડિશાના સ્પેશિયલ રિલીફ કમિશનર (SRC)એ માછીમારોને 15 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી દરિયામાં ન જવાની વિનંતી કરી છે. આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ 40 કિમી પ્રતિ કલાકથી 70 કિમી પ્રતિ કલાકની રહેશે.            


આંકડા દર્શાવે છે કે ઈડન ગાર્ડન્સ પીચ પર ઘણા બધા રન બને છે. આ વિકેટ પર બેટિંગ કરવી સરળ છે.  ઈડન ગાર્ડન્સ પીચ પર બોલરો માટે રન રોકવા પડકારરૂપ છે. આ સિવાય ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે. ટીમોને ઈડન ગાર્ડન્સમાં રનનો પીછો કરવો ગમે છે. જો કે, આ વિકેટ પર ઝડપી બોલરો માટે ચોક્કસપણે મદદ છે.