નવી દિલ્હીઃ આઇસીસીઇએ દાયકાની સર્વશ્રેષ્ઠ ટીમોની સાથે સાથે સર્વશ્રેષ્ઠ ખેલાડીઓની પણ જાહેરાત કરી છે, આમાં પુરુષ અને મહિલાઓ ખેલાડીઓનો સમાવેશ થાય છે. આઇસીસીએ દાયકાની સર્વશ્રેષ્ઠ વનડે અને ટી20 મહિલા ક્રિકેટર તરીકે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એલિસ પેરીને જાહેર કરી છે.


આઇસીસીએ એલિસ પેરીને આ બે એવોર્ડ ઉપરાંત રશેલ હેહેઓ ફ્લિન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરી છે. આઇસીસી તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ કે એલિસ પેરીએ આઇસીસી એવોર્ડ પીરિયડ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમા અત્યાર સુધી કુલ 4349 રન બનાવ્યા છે, અને તેને 213 વિકેટ પણ ઝડપી છે, જે કોઇપણ ખેલાડી કરતાં વધુ વિકેટ છે.

(ફાઇલ તસવીર)

એલિસ પેરી ચાર વાર 2012, 2018 અને 2020માં આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમનો હિસ્સો રહી ચૂકી છે. આ ઉપરાંત તે 2013માં 50 ઓવરોના વનડે વર્લ્ડકપ જીતનારી ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમનો પણ ભાગ રહી હતી.

એલિસ પેરી 2017 અને 2019મા પણ રશેલ હેહેઓ ફ્લિન્ટ એવોર્ડ જીતી ચૂકી હતી, અને આ વખતે પણ તેને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. ફ્લિન્ટ એવોર્ડ ઉપરાંત તેને આ દ દાયકાની આઇસીસીની સર્વશ્રેષ્ઠ મહિલા વનડે ક્રિકેટર અને સર્વશ્રેષ્ઠ મહિલા ટી20 ક્રિકેટર પણ તરીકે પસંદ કરવામાં આવી છે.