ICC Men's Player Of The Month Nominees For July 2023: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ જુલાઈ મહિના માટે પ્લેયર ઓફ ધ મન્થમાં નૉમિનેટ થવા માટે 3-3 પુરુષ અને મહિલા ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. આ વખતે મેન્સ નૉમિનેશનમાં ઈંગ્લેન્ડની ટીમનો દબદબો જોવા મળ્યો છે, આ લિસ્ટમાં ઇંગ્લેન્ડના જેક ક્રાઉલી અને ક્રિસ વૉક્સ બંનેને નૉમિનેટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નૉમિનેશનમાં ત્રીજા ખેલાડી તરીકે નેધરલેન્ડના બાસ ડી લીડેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આઈસીસી પ્લેયર ઓફ ધ મન્થ મહિલા ખેલાડીઓમાં જે 3 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં એશ્લે ગાર્ડનર, એલિસ પેરી અને નેટ સીવર-બ્રન્ટના નામ સામેલ છે. આ ત્રણેય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન મહિલા એશીઝ 2023માં જોવા મળ્યું હતું.
ઈંગ્લેન્ડ ટીમના ઓપનિંગ બેટ્સમેન જેક ક્રાઉલીએ એશીઝ 2023માં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેક ક્રાઉલીએ 53.33ની સરેરાશથી 480 રન બનાવ્યા હતા, જેમાં 189 રનની સૌથી તોફાની ઇનિંગ્સનો સમાવેશ થાય છે. બીજીબાજુ જો આપણે ક્રિસ વૉક્સની વાત કરીએ તો એશીઝમાં ઈંગ્લેન્ડની ટીમની વાપસીમાં તેની ખૂબ મહત્વની ભૂમિકા ગણી શકાય. વૉક્સે છેલ્લી ત્રણ મેચોમાં બેટ તેમજ બૉલ બન્નેથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જેમાં તેને કુલ 19 વિકેટો ઝડપી હતી. બીજીબાજુ નેધરલેન્ડના બાસ ડી લીડે ICC વનડે વર્લ્ડકપ ક્વૉલિફાયરમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
મહિલાઓમાં એશ્લે ગાર્ડનર અને સીવર-બ્રન્ટનો જોવા મળ્યો જાદુ -
મહિલા પ્લેયર ઓફ ધ મંથ માટે નામાંકિત ખેલાડીઓમાં સામેલ એલિસ પેરીએ ઈંગ્લેન્ડ સામેની ટી20 સીરીઝની બીજી મેચમાં 27 બૉલમાં 51 રનની ઇનિંગ રમી હતી. વળી, નેટ સીવર-બ્રન્ટે ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરીઝમાં 2 સદી સહિત 135.50ની સરેરાશથી 271 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનરે વૂમન્સ એશીઝની ટેસ્ટ અને વનડે બંનેમાં બૉલ સાથે શાનદાર પ્રદર્શન જોવા મળ્યું. જ્યારે ગાર્ડનરે ટેસ્ટમાં 12 વિકેટ લીધી હતી જ્યારે વનડેમાં 9 વિકેટો ઝડપી હતી