IND vs SA Live Score, T20 WC Final: ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવી જીત્યો ટી20 વર્લ્ડ કપ

ફાઇનલમાં પીછો કરતી ટીમો સૌથી વધુ વખત ચેમ્પિયન બની છે. 2007 બાદ ભારત તેનો બીજો ટી20 ખિતાબ જીતવા આતુર છે. વળી, દક્ષિણ આફ્રિકાની ટીમ તેના પ્રથમ વર્લ્ડકપની શોધમાં છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 29 Jun 2024 11:35 PM
IND vs SA Final Live: ભારત બન્યું વિશ્વ વિજેતા

ટી20 વર્લ્ડકપની ફાઇનલ મેચ જીતવા ભારતે આપેલા 177 રનના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 169 રન બનાવી શક્યું હતું. ભારતનો 7 રનથી રોમાંચક વિજય થયો હતો. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ  20 રનમાં 3 વિકેટ, જસપ્રીત બુમરાહે 18 રનમાં 2 વિકેટ તથા અર્શદીપ સિંગહે 20 રનમાં 2 વિકેટ લીધી હતી.

IND vs SA Final Live: બુમરાહે અપાવી વધુ એક સફળતા

17.4 ઓવરના અંતે સાઉથ આફ્રિકાનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 156 રન છે. બુમરાહે માર્કેો જેન્સનનો બોલ્ડ કર્યો હતો. ડેવિડ મિલર 18 રને રમતમાં છે. 

IND vs SA Final Live: હાર્દિક પંડ્યાએ અપાવી મોટી સફળતા

16.1 ઓવરના અંતે સાઉથ આફ્રિકાનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 151 રન છે. હેનરી ક્લાસેન 27 બોલમાં 52 રન બનાવી પંડ્યાની ઓવરમાં આઉટ થયો હતો. સાઉથ આફ્રિકાને જીતવા 23 બોલમાં 26 રનની અને ભારતને 5 વિકેટની જરૂર છે.

IND vs SA Final Live: અક્ષર પટેલની ખર્ચાળ ઓવર

અક્ષર પટેલે નાંખેલી 15મી ઓવર મેચનો ટર્નિંગ પોઇન્ટ બની શકે છે. આ ઓવમાં સાઉથ આફ્રિકાએ 22 રન લીધા હતા. સાઉથ આફ્રિકાને જીતવા 30 બોલમાં 30 રનની જરૂર છે.

IND vs SA Final Live: ભારતને મળી ચોથી સફળતા

14 ઓવરના સાઉથ આફ્રિકાનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 109 રન છે. અર્શદીપ સિંહે ક્વિન્ટન ડીકોકને 39 રનના અંગત સ્કોર પર કુલદીપ યાદવના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ક્લાસેન 26 અને ડેવિડ મિલર 1 રને રમતમાં છે.

IND vs SA Final Live: સાઉથ આફ્રિકા 100 રનને પાર

177 રનનો ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમનો સ્કોર 12 ઓવરના અંતે 3 વિકેટના નુકસાન પર 101 રન છે. ક્વિન્ટન ડીકોક 35 અને ક્લાસન 23 રને રમતમાં છે. સાઉથ આફ્રિકાને જીતવા 48 બોલમાં 76 રનની જરૂર છે.

IND vs SA Final Live: સાઉથ આફ્કિા 10 ઓવરના અંતે 83 રન

177 રનનો ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમનો સ્કોર 10 ઓવરના અંતે 3 વિકેટના નુકસાન પર 83 રન છે. ડીકોક 30 અને ક્લાસને 8 રને રમતમાં છે. ભારતને જીતવા 7 વિકેટની અને સાઉથ આફ્રિકાને 60 બોલમાં 96 રનની જરૂર છે.

IND vs SA Final Live: અક્ષર પટેલે અપાવી ત્રીજી સફળતા

8.5 ઓવરના અંતે સાઉથ આફ્રિકાનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 70 રન છે. સ્ટ્બ્સને અક્ષર પટેલે 31 રનના સ્કોર પર બોલ્ડ કર્યો હતો. ડી કોક 29 રને રમતમાં છે.

IND vs SA Final Live: સાઉથ આફ્રિકા 50 રનને પાર

7.2 ઓવરના અંતે સાઉથ આફ્રાકાનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 54 રન છે.  ડિકોક અને સ્ટબસ 22-22 રને રમતમાં છે. બંને બેટ્સમેન ભારતીય સ્પિનરનો સારી રીતે મુકાબલો કરી રહ્યા છે.

IND vs SA Final Live: દક્ષિણ આફ્રિકાની બીજી વિકેટ 12 રન પર પડી

દક્ષિણ આફ્રિકાની બીજી વિકેટ ત્રીજી ઓવરમાં 12ના કુલ સ્કોર પર પડી હતી. અર્શદીપ સિંહે કેપ્ટન એડન માર્કરામને વિકેટ પાછળ કેચ આઉટ કરાવ્યો હતો. માર્કરામ પાંચ બોલમાં ચાર રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો

IND vs SA Final Live: બુમરાહે ભારતને અપાવી પ્રથમ સફળતા

જસપ્રીત બુમરાહે બીજી ઓવરમાં દક્ષિણ આફ્રિકાને પહેલો ઝટકો આપ્યો હતો. બુમરાહે રીઝા હેન્ડ્રિક્સને ક્લીન બોલ્ડ કર્યો હતો. તે પાંચ બોલમાં ચાર રન જ બનાવી શક્યો હતો. હવે કપ્તાન એડન માર્કરામ ક્વિન્ટન ડી કોક સાથે ક્રિઝ પર છે.

IND vs SA Final Live: સાઉથ આફ્રિકાને જીતવા 177 રનનો ટાર્ગેટ

T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 176 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે 31 બોલમાં 4 છગ્ગાની મદદથી 47 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ ફાઇનલમાં ફોર્મ બતાવ્યું હતું અને 59 બોલમાં 76 રન બનાવ્યા હતા.

IND vs SA Final Live: 18 ઓવર બાદ ભારત 150 રન

18 ઓવરના અંતે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 150 રન છે. વિરાટ કોહલી 53 બોલમાં 64 રન બનાવી રમતમાં છે. શિવમ દુબે 13 બોલમાં 22 રને રમી રહ્યો છે.

IND vs SA Final Live: ભારતનો સ્કોર 126/4

16 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટે 126 રન છે. શિવમ દુબે કેપ્ટન રોહિતના ભરોસા પર ખરો ઉતરી રહ્યો છે. તે 9 બોલમાં એક ફોર અને એક સિક્સર સાથે 15 રન સુધી પહોંચી ગયો છે. જ્યારે કિંગ કોહલી 45 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 48 રન બનાવીને રમતમાં છે.

IND vs SA Final Live: ભારતને ચોથો ફટકો, અક્ષર ફિફ્ટી ચુ્ક્યો

13.3 ઓવરના અંતે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 106 રન છે. અક્ષર પટેલ 47 રન બનાવી રન આઉટ  થયો હતો. વિરાટ કોહલી 43 રન બનાવી રમતમાં છે. ભારતે 170 રન જેટલો સ્કોર કરવો હશે તો કોહલીએ અંતિમ ઓવર સુધી ઉભા રહેવું પડશે.

IND vs SA Final Live: ભારત 100 રન નજીક

શરૂઆતમાં ઝડપી વિકેટ ગુમાવ્યા બાદ વિરાટ કોહલી અને અક્ષર પટેલે ભારતીય ટીમને સંભાળી છે. 12 ઓવરના અંતે ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 93 રન છે. વિરાટ કોહલી 41 રને અને અક્ષર પટેલ 38 રને રમતમાં છે.

IND vs SA Final Live: 10 ઓવરના અંતે શું છે ભારતનો સ્કોર

T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો કર્યો છે. 10 ઓવરના અંતે ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 75 રન છે. વિરાટ કોહલી 36 અને અક્ષર પટેલ 26 રન બનાવી રમતમાં છે.

IND vs SA Final Live: ભારત 50 રનને પાર

8 ઓવરના અંતે ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 59 રન છે. વિરાટ કોહલી 30 રને અને અક્ષર પટેલ 18 રને રમતમાં છે.

IND vs SA Final Live: ભારતને ત્રીજો ફટકો

સાઉથ આફ્રિકા સામે ટી20 વર્લ્ડકપની ફાઈલનમાં ભારતની નબળી શરૂઆત થઈ છે. 4.3 ઓવરના અંતે ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 34 રન છે. સૂર્યકુમાર યાદવ 2 રન બનાવી રબાડાની ઓવરમાં આઉટ થયો હતો.

IND vs SA Final Live: કોહલી - સૂર્યકુમાર યાદવ રમતમાં

સાઉથ આફ્રિકા સામે ફાઈનલમાં  ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહેલી ભારતીય ટીમનો સ્કોર 4 ઓવરના અંતે 2 વિકેટના નુકસાન પર 32 રન છે.  વિરાટ કોહલી 21 રને સૂર્યકુમાર યાદવ 2 રને રમતમાં છે.

IND vs SA Final Live: 3 ઓવરના અંતે ભારત 26/2

ફાઈનલમાં  ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહેલી ભારતીય ટીમનો સ્કોર 3 ઓવરના અંતે 2 વિકેટના નુકસાન પર 26 રન છે. કોહલી 15 રને સૂર્યકુમાર યાદવ 2 રને રમતમાં છે.

IND vs SA Final Live: કેશવ મહારાજે આપ્યા ડબલ ઝટકા

T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો કર્યો છે. 2 ઓવરના અંતે ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 23 રન છે. રોહિત શર્મા 9 રન બનાવી આઉટ થયો હતો. પંત ખાતુ પણ ખોલી શક્યો નહોતો. બંને વિકેટ કેશવ મહારાજે ઝડપી હતી.

IND vs SA Final Live: સાઉથ આફ્રિકાની ટીમ આ પ્રમાણે છે

એઇડન માર્કરામ (કેપ્ટન), , રીઝા હેન્ડ્રીક્સ, ક્વિન્ટન ડી કોક, ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કે જેન્સન, કેશવ મહારાજ, કાગિસો રબાડા, એનરિચ નોર્ખિયા, તબરેજ શમ્સી

IND vs SA Final Live: ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી

ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં ભારતે  સાઉથ આફ્રિકા સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો છે. ભારતીય ટીમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. ટીમ ઈન્ડિયા આ પ્રમાણે છેઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ.

IND vs SA Final Live: વિરાટ-રોહિત પાસે પ્રથમ વખત વર્લ્ડ કપ જીતવાની તક

રોહિત શર્મા અને વિરાટ કોહલી અત્યાર સુધી એકસાથે 50 અને 20 ઓવરના 6 વર્લ્ડ કપ રમી ચૂક્યા છે. T20 વર્લ્ડ કપ 2024 આ જોડીનો સાતમો વર્લ્ડ કપ છે. 2007માં જ્યારે ભારતે પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યો ત્યારે રોહિત ટીમનો ભાગ હતો. તે સમયે વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું ન હતું. 2011માં જ્યારે ભારતે 50 ઓવરનો ખિતાબ જીત્યો ત્યારે રોહિત ભારતીય ટીમની બહાર હતો. આ રીતે આ જોડી અત્યાર સુધી એકસાથે વર્લ્ડ કપ જીતી શકી નથી.

IND vs SA Final Live: ટાઇટલ મેચ માટે રિઝર્વ ડે પણ છે

ICC એ 2024 T20 વર્લ્ડ કપની ફાઈનલ માટે રિઝર્વ ડે રાખ્યો છે. આવી સ્થિતિમાં જો વરસાદને કારણે ટાઈટલ મેચમાં વિક્ષેપ પડે છે અને મેચ આજે રમાઈ શકતી નથી તો ફાઈનલ મેચ પણ 30 જૂને ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી રમાઈ શકે છે. જોકે, હાલમાં બાર્બાડોસમાં હવામાન સાફ છે અને મેચ સમયસર શરૂ થવાની આશા છે. નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, ફાઈનલ મેચનો ટોસ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 કલાકે થવાનો છે. મેચ 8 વાગ્યે શરૂ થશે.

IND vs SA Final Live: દક્ષિણ આફ્રિકાની સંભવિત પ્લેઇંગ ઇલેવન

એઇડન માર્કરામ (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, ક્વિન્ટન ડી કોક, બ્યોર્ન ફોર્ટુઈન, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો યાનસેન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, ડેવિડ મિલર, એનરિચ નોર્ખિયા, કાગીસો રબાડા, રિયાન રિકેલટન, તબરેજ શમ્સી અને ટ્રિસ્ટન સ્ટબ્સ.  

IND vs SA Final Live:ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન 

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ.

IND vs SA Final Live: બાર્બાડોસમાં કેવું છે હવામાન

બાર્બાડોસના હવામાનને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના અપડેટ્સ સામે આવી રહ્યા છે. છેલ્લી માહિતી મુજબ અત્યારે વરસાદ નથી પડી રહ્યો, પરંતુ આકાશ વાદળછાયું છે. વેસ્ટ ઈન્ડિઝના હવામાન વિશે કંઈ કહી શકાય નહીં, અહીં ગમે ત્યારે વરસાદ શરૂ થઈ જાય છે. જો કે આશા છે કે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેનો ખિતાબી મુકાબલો સમયસર શરૂ થઈ શકે છે.

બ્રેકગ્રાઉન્ડ

T20 World Cup Fina, IND vs SA: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બાર્બાડોસના મેદાનમાં રમાશે. આ મેચમાં ટૉસની ભૂમિકા મહત્વની હોઈ શકે છે. આ ટી20 વર્લ્ડકપની નવમી એડિશન છે અને છેલ્લી આઠ એડિશનમાં ટૉસને લઈને કેટલાક પરિણામો આવ્યા છે જે તમને આશ્ચર્યચકિત કરશે. તમને જાણીને નવાઈ લાગશે કે ટૉસ જીતનારી ટીમોએ 87.5 ટકા વખત ચેમ્પિયનશિપ જીતી છે. વળી, ટૉસ હારીને માત્ર એક ટીમ ચેમ્પિયન બની છે.


એટલું જ નહીં, ફાઇનલમાં પીછો કરતી ટીમો સૌથી વધુ વખત ચેમ્પિયન બની છે. ભારત તેનું બીજું ટી20 ખિતાબ જીતવા જઈ રહ્યું છે. તેણે 2007માં પ્રથમ એડિશનમાં ટ્રોફી જીતી હતી. વળી, દક્ષિણ આફ્રિકાની ટીમ તેના પ્રથમ વર્લ્ડકપની શોધમાં છે. ચાલો એક નજર કરીએ બાર્બાડોસમાં ટૉસનો રેકોર્ડ શું રહ્યો છે અને ટી20 વર્લ્ડકપની છેલ્લી આઠ એડિશનમાં ટૉસે શું ભૂમિકા ભજવી છે...


બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર ચાલી રહેલા ટી20 વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં આઠ મેચ રમાઇ છે, જેમાંથી છમાં પરિણામ આવ્યું છે. પ્રથમ અને બીજી બેટિંગ કરનારી ટીમોએ ત્રણ-ત્રણ મેચ જીતી છે, જ્યારે એક મેચ ટાઈમાં સમાપ્ત થઈ છે. કેન્સિંગ્ટન ઓવલ ટૂર્નામેન્ટમાં ત્રીજું સૌથી વધુ સ્કોરિંગ ગ્રાઉન્ડ છે, જેમાં પ્રતિ ઓવર 7.78ના દરે રન આવે છે. સેન્ટ લૂસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ અને એન્ટિગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં જ બેટ્સમેનોએ આ ટી20 વર્લ્ડકપ એડિશનમાં બાર્બાડોસ કરતા ઝડપી દરે રન બનાવ્યા છે. આ મેદાન પર અત્યાર સુધીમાં કુલ 29 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. તેમાંથી 19માં પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે. જોકે, અહીં રમાયેલી છેલ્લી બે મેચ પીછો કરતી ટીમે જીતી છે.


વિજેતાને મળશે લગભગ 20 કરોડ 
ટી20 વર્લ્ડકપ 2024ની ફાઇનલમાં ભારત અને સાઉથ આફ્રિકા આમને સામને ટકરાશે અને તેમાંથી જે પણ વિજેતા બનશે તેને ભારતીય ચલણમાં લગભગ 20.4 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળશે. બીજીતરફ, રનર્સ અપને આમાંથી અડધુ એટલે કે 10.6 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ વર્લ્ડકપમાં સૌથી નીચું સ્થાન મેળવનારી ટીમોને પણ પૈસા આપવામાં આવશે. સેમિફાઇનલમાં હારનારી ટીમો પણ અમીર બનશે, કારણ કે તે બંને ટીમોને 6.5 કરોડ રૂપિયા મળવાના છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.