ઓસ્ટ્રેલિયામાં ઋષભ પંતે કર્યુ હતુ શાનદાર પરફોર્મન્સ....
ઓસ્ટ્રેલિયા સામે પંતે શાનદાર પરફોર્મન્સ આપીને ટીમને જીત અપાવી હતી. ચાર ટેસ્ટ મેચોની સીરીઝને ભારતે 2-1થી જીતી લીધી હતી. ઋષભ પંતે સિડનીમાં 97 રનની ઇનિંગ રમી હતી અને બ્રિસ્બેનમાં અણનમ 89 રનની ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. ઓસ્ટ્રેલિયા સામેની આ બન્ને ઇનિંગથી પંતને જબરદસ્ત ફાયદો થયો અને આઇસીસી પ્લેયર ઓફ ધ મન્થ માટે નૉમિનેટેડ થયો.
ઋષભ પંત ઉપરાંત ઇંગ્લન્ડના કેપ્ટન જૉ રૂટ અને આયરલેન્ડના ક્રિકેટર પૉલ સ્ટર્લિંગને પણ આ એવોર્ડ માટે નૉમિનેટ કરાયા છે. આ બન્નેએ પણ જબરદસ્ત પરફોર્મન્સ આપ્યુ હતુ.