Shubman Gill No 1 ICC ODI Batsman: ભારતીય ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલે ODI રેન્કિંગમાં (ICC ODI Ranking) બાબર આઝમના (Babar Azam) શાસનનો અંત લાવ્યો છે. શુભમન ગિલ (Shubman Gill) ICC ODI બેટ્સમેન રેન્કિંગમાં બાબર આઝમને પછાડીને નંબર વન પર પહોંચી ગયો છે. ICCએ તાજેતરની રેન્કિંગ જાહેર કરી છે અને ભારતનો યુવા ખેલાડી શુભમન ગિલ 830 રેટિંગ પોઈન્ટ સાથે તાજેતરની ICC પુરુષોની બેટિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતના ઝુંબેશની મજબૂત શરૂઆતની પાછળ શુભમન ગિલ બાબરને પછાડીને ટોચના સ્થાને પહોંચ્યો છે. શુભમન ગિલ સચિન તેંડુલકર (Sachin Tendulkar), એમએસ ધોની (MS Dhoni) અને વિરાટ કોહલી (Virat Kohli) પછી આઈસીસી રેન્કિંગમાં ટોચ પર પહોંચનારો ચોથો ભારતીય ખેલાડી બન્યો છે.
બાબરના ખરાબ ફોર્મનો ગિલને ફાયદો
જમણા હાથના બેટ્સમેને ગયા અઠવાડિયે શ્રીલંકા સામે 92 રન અને દક્ષિણ આફ્રિકા સામે 23 રનની ઇનિંગ્સ રમી હતી. શુભમન ગિલ ટૂર્નામેન્ટમાં (ICC ODI WC 2023) છ ઇનિંગ્સમાં કુલ 219 રન બનાવવામાં સફળ રહ્યો છે. રેન્કિંગમાં બાબરના ખરાબ ફોર્મનો ફાયદો શુભમન ગિલને પણ થયો છે. ગિલે વર્લ્ડ કપમાં આઠ ઇનિંગ્સમાં કુલ 282 રન બનાવ્યા છે અને તે ગિલથી છ રેટિંગ પોઈન્ટ નીચે બીજા સ્થાને આવી ગયો છે. બાબર આઝમે આ રેન્કિંગ બે વર્ષથી વધુ સમય સુધી જાળવી રાખ્યું હતું. શુભમન ગિલ ઉપરાંત પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ ચોથા સ્થાને યથાવત છે. જ્યારે રોહિત શર્મા છઠ્ઠા સ્થાને છે.
આઈસીસી ટોપ-10 બોલર્સમાં ભારતીયોનો દબદબો
ICC ODI બોલર્સ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે. વર્લ્ડ કપમાં પોતાના પ્રદર્શનના આધારે ભારતના ચાર ખેલાડીઓ ટોપ-10માં સામેલ થયા છે. મોહમ્મદ સિરાજે બે સ્થાનનો ફાયદો ઉઠાવીને નંબર 1 ODI બોલર તરીકેનો તાજ પાછો મેળવ્યો છે. જ્યારે કુલદીપ યાદવ ચોથા સ્થાને, જસપ્રીત બુમરાહ આઠમા સ્થાને અને મોહમ્મદ શમી 10મા સ્થાને છે.
આ પણ વાંચોઃ
ઈયોન મોર્ગને ઈંગ્લેન્ડની ટીમ અને હેડ કોચની કાઢી ઝાટકણી, જાણો શું કહ્યું