મુંબઈ: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ દ્રારા વન ડે બેટ્સમન રેંન્કીંગમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી નંબર વન પર છે. વિરાટ કોહલીએ 870 અંક મેળવીને નંબર એક સ્થાન પર પહોંચ્યો છે. હાર્દીક પંડ્યાએ 22 નંબરની મોટી છલાંગ લગાવી છે. હાર્દિક પંડ્યા 71માં સ્થાન પરથી સીધો જ 49 મું સ્થાન મેળવ્યું છે. આ પહેલો મોકો છે જ્યારે તે ટોપ 50 બેટ્સમેનોની રેંન્કીંગમાં પહોંચ્યો છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન કોહલીએ બે અર્ધશક પણ લગાવ્યા હતા, તેણે બીજી વન ડેમાં 89 જ્યારે અંતિમ મેચમાં 63 રનની ઇનિંગ રમી હતી. આ રમતનો ફાયદો પણ તેને આઇસીસીની રેન્કીંગમાં મળ્યો છે. આઈસીસી દ્વારા બેટ્સમેન રેંન્કીંગમાં પ્રથમ ચાર સ્થાનમાં કોઇ બદલાવ થયો નથી. કોહલી 870 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાન પર મજબૂત છે. બીજા સ્થાન પર 842 અંક સાથે ભારતીય ઓપનર રોહિત શર્મા છે. ત્રીજા સ્થાન પર પાકિસ્તાનનો બાબર આઝમ 837 અંક સાથે છે. જ્યારે ચોથા સ્થાન પર 818 અંક સાથે ન્યુઝીલેન્ડનો રોઝ ટેલર છે. ઓસ્ટ્રેલીયાના કેપ્ટન આરોન ફીંચ પણ બે ક્રમ આગળ કુદીને પાંચમા સ્થાને પહોંચ્યો છે. ફિંચે ભારત સામે પ્રથમ વન ડેમાં શતક લગાવ્યુ હતુ. તેણે 791 અંક મેળવ્યા છે.

ઓસ્ટ્રેલિયા સામે લાજવાબ બેટીંગ કરવા વાળા હાર્દિક પંડ્યા ટોપ 50 બેટ્સમેનની યાદીમાં સ્થાન મેળવ્યુ છે. તેણે 49 મું સ્થાન મેળવ્યુ છે. ઓસ્ટ્રેલીયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલએ ભારત સામે સીરીઝમાં બે અર્ધશતક ફટકાર્યા હતા. જે ઇનીંગને લઇને તે 2017 પછી પ્રથમવાર ટોપ 20માં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે.