World Cup 2023: વર્લ્ડકપ 2023માં આજે ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે છે. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો છે. બંને ટીમની પ્લેઇંગ ઇલેવનમાં કોઇ બદલાવ નથી કરવામાં આવ્યો. ભારતીય ખેલાડીઓ આ મેચમાં હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા છે.
બીસીસીઆઈએ ટ્વિટ આપી માહિતી
ભારતીય ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ઈંગ્લેન્ડ સામેની રમતમાં ટીમ ઈન્ડિયા મહાન બિશન સિંહ બેદીની યાદમાં બ્લેક આર્મબેન્ડ પહેરશે.
ઇંગ્લિશ ટીમ માટે ખરાબ રહ્યો વર્લ્ડકપ
આઇસીસી વનડે વર્લ્ડકપ 2023માં આજે ભારતીય ટીમ પોતાની છઠ્ઠી મેચ ઇંગ્લિશ ટીમ સામે રમવા માટે મેદાનમાં ઉતરી છે. વર્લ્ડકપ 2023માં ટીમ ઈન્ડિયા આજે પોતાની છઠ્ઠી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડનો સામનો છે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા તેની તમામ પાંચ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. વળી, ઇંગ્લેન્ડની ટીમ આ ટૂર્નામેન્ટમાં પાંચમાંથી ચાર મેચ હારી છે. તે સેમિફાઇનલમાંથી બહાર થવાના આરે છે. તેના માટે હવે દરેક મેચ 'કરો યા મરો'ની સ્થિતિ છે. ઈંગ્લેન્ડને કોઈપણ કિંમતે ભારત સામે જીતવું જરૂરી છે. આવી સ્થિતિમાં તે સખત પ્રયાસ કરતી જોવા મળશે.
ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન
જૉની બેયરર્સ્ટો, ડેવિડ મલાન, જૉ રૂટ, બેન સ્ટૉક્સ, જૉસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટૉન, મોઈન અલી, ક્રિસ વૉક્સ, ડેવિડ વિલી, આદિલ રશીદ, માર્ક વુડ.
ભારતની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ.