ICC T20 rankings India vs Westindies: આજથી ટીમ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટી-20 સીરિઝની પ્રથમ મેચ રમાશે. આ સીરિઝ અગાઉ આઇસીસીએ ટી-20ની રેન્કિંગની જાહેરાત કરી છે. ભારતીય ઓપનર કેએલ રાહુલ અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ટી-20 બેટિંગ રેન્કિંગમાં અનુક્રમે ચોથા અને 10મા સ્થાને છે. બોલરો અને ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં ટોપ 10માં એક પણ ભારતીયનો સમાવેશ થતો નથી.
ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર જોશ હેઝલવુડ તાજેતરના સારા પ્રદર્શનને કારણે બોલિંગ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં દક્ષિણ આફ્રિકાના તબરેઝ શમ્સી ટોચ પર છે. વનડે રેન્કિંગમાં કોહલી અને રોહિત શર્મા બેટિંગમાં અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ટોપ પર છે.
ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐય્યર અને સૂર્યકુમાર યાદવની રેન્કિંગમાં સુધારો થયો છે. સૂર્યકુમારે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વન-ડેમાં 64 રન બનાવ્યા હતા અને ત્રીજી વન-ડેમાં શ્રેયસ ઐય્યરે 80 રન બનાવીને ભારતને 3-0થી સીરિઝ જીતવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
બોલરોની યાદીમાં ભારતીય ફાસ્ટબોલર જસપ્રીત બુમરાહ સાતમા સ્થાને યથાવત છે. વેસ્ટ ઈન્ડિઝ સામે નવ વિકેટ લેનાર પ્રસિદ્ધ કૃષ્ણા 50 સ્થાનની છલાંગ લગાવીને 44માં સ્થાને પહોંચી ગયો છે. ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ વન-ડે બોલિંગ રેન્કિંગમાં ટોચ પર છે જ્યારે બાંગ્લાદેશનો સ્ટાર શાકિબ અલ હસન ઓલરાઉન્ડરોની યાદીમાં ટોચ પર છે.
IBPS SO Mains Result 2022: આઈબીપીએસ એસઓ મુખ્ય પરિણામ જાહેર થયું, આ લિંક પર જઈને કરો ચેક