ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બુધવારે ખેલાડીઓની તાજેતરની રેન્કિંગ જાહેર કરી છે, જેમાં ભારતીય સ્ટાર બેટ્સમેન ઈશાન કિશને ધૂમ મચાવી છે. ઈશાને વન-ડે બેટ્સમેનની રેન્કિંગમાં 117 સ્થાનની મોટી છલાંગ લગાવી છે. આ સાથે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને પણ ફાયદો થયો અને તે ફરી ટોપ-10માં આવી ગયો છે. રેન્કિંગ જોવા અહી ક્લિક કરો


વાસ્તવમાં ઇશાન કિશને તાજેતરમાં બાંગ્લાદેશ પ્રવાસ પર વન-ડે  ક્રિકેટમાં બેવડી સદી ફટકારી હતી. તેણે 131 બોલમાં 210 રનની ઇનિંગ રમી હતી. ઈશાનને રેન્કિંગમાં આ ઇનિંગનો બમ્પર ફાયદો મળ્યો. તેણે 117 સ્થાનની છલાંગ લગાવી છે અને હવે તે 37માં સ્થાને પહોંચી ગયો છે.






ધવન, રોહિત અને રાહુલને નુકસાન


બાંગ્લાદેશ સામેની વન-ડે મેચમાં વિરાટ કોહલીએ પણ શાનદાર સદી ફટકારી હતી. તેણે 91 બોલમાં 113 રનની ઇનિંગ રમી હતી. આ કારણે કોહલીને રેન્કિંગમાં પણ ત્રણ સ્થાનનો ફાયદો થયો છે. કોહલીએ ફરી ટોપ-10માં પ્રવેશ કર્યો અને હવે તે 8મા નંબરે પહોંચી ગયો છે. શ્રેયસ અય્યર, શિખર ધવન, રોહિત શર્મા અને કેએલ રાહુલને રેન્કિંગમાં નુકસાન થયું છે.


શ્રેયસ અય્યરે બીજી વનડેમાં 82 રનની ઇનિંગ રમી હતી. જેના કારણે તે 15મા નંબરે પહોંચી ગયો હતો. પરંતુ હવે તે 17મા સ્થાને સરકી ગયો છે. જ્યારે શિખર ધવન ત્રણ સ્થાન નીચે 22મા નંબર પર આવી ગયો છે. જ્યારે કેપ્ટન રોહિત શર્માને બે સ્થાનનું નુકસાન થયું છે. તે 9મા નંબરે આવી ગયો છે. કેએલ રાહુલ પણ બે સ્થાન સરકીને 39મા નંબર પર આવી ગયો છે.


સ્પિનર ​​કુલદીપ યાદવને 6 સ્થાનનો ફાયદો થયો


બેટ્સમેનોની ટોપ-10 રેન્કિંગમાં માત્ર બે ભારતીય છે વિરાટ કોહલી અને રોહિત શર્મા. જ્યારે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ ટોપ પર છે. ODI ફોર્મેટમાં ટોપ-10 બોલરો અને ઓલરાઉન્ડરોની યાદીમાં એક પણ ભારતીય ખેલાડી નથી. સ્પિનર ​​કુલદીપ યાદવને 6 સ્થાનનો ફાયદો થયો છે. તે 27માં નંબર પર આવી ગયો છે.