નવી દિલ્હીઃ કોરોના બાદ હવે ક્રિકેટના ગ્રાઉન્ડ પર આવવા માટે ક્રિકેટરોને સખત મહેનત કરવી પડશે, હવે આ કડીમાં આઇસીસીએ મોટો નિર્ણય કર્યો છે. આઇસીસીએ કહ્યું કે, કોઇપણ બૉલરને કોરોના વાયરસ બાદ જો ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરવી હશે તો ઓછામાં ઓછા તેમને બે મહિના સુધી સખત મહેનત કરવી પડશે.
આઇસીસીએ કહ્યું આ દરમિયાન કોઇપણ બૉલર ઇજાગ્રસ્ત ના થાય તે ધ્યાન રાખવુ. વળી કેટલાક દેશો હજુ પણ આ અંગે પ્લાનિંગ કરી રહ્યાં છે, સરકાર છુટ આપે તો તેમને મેદાન પર વાપસી કરવાની શરૂઆત કરી શકે છે.
ઇંગ્લેન્ડના ખેલાડીઓ પહેલાથી સ્કિલ આધારિત ટ્રેનિંગની શરૂઆત કરી ચૂક્યા છે. પાકિસ્તાનને ઇંગ્લેન્ડની સાથે સાથે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ રમવાની છે, સાથે ટી20 પણ હશે. આવામાં કોરોના સંકટની વચ્ચે આ તમામ મેચોનુ આયોજન બંધ દરવાજામાં જ કરાવવામાં આવી શકે છે.
આઇસીસીએ કહ્યું કે કોઇપણ ટીમ પોતાના બૉલરો પર દબાણ ના બનાવી શકે, કેમકે તેમને બે મહિના પોતાની ટ્રેનિંગ અને ફિટનેસને ફરીથી પાછો ટ્રેક પર લાવવો પડશે. છ અઠવાડિયાની તૈયારીથી કોઇપણ બૉલર 50 ઓવર ક્રિકેટ કે ટી20 મેચમાં વાપસી કરી શકે છે.
ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરવા માટે ICCએ બૉલરોને કેટલી મહેનત કરવા કહ્યું, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 May 2020 12:47 PM (IST)
આઇસીસીએ કહ્યું કે, કોઇપણ બૉલરને કોરોના વાયરસ બાદ જો ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરવી હશે તો ઓછામાં ઓછા તેમને બે મહિના સુધી સખત મહેનત કરવી પડશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -