આ સીરીઝ માટે છ શહેરોને પસંદ કરવામાં આવ્યા છે. આ વિષય પર વાત કરતા આઇસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડકપના સીઇઓ એન્ડ્રિયા નેલ્સને કહ્યું કે અમે આ ટૂર્નામેન્ટ કરાવવા માટે પુરી રીતે તૈયાર છીએ. જલ્દી વિશ્વને એક નવો ચેમ્પિયન મળશે.
નેલ્સને કહ્યું કે, હું ઇચ્છુ છુ કે લોકો આ ટૂર્નામેન્ટને વધુમાં વધુ જુએ, અને પોતાની મનપસંદ ટીમને ચીયર કરે.
ગત ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમ 5 માર્ચથી સેડોન પાર્કમાં ચિત પ્રતિદ્વન્દ્વી ઓસ્ટ્ર્રેલિયા સામે ટૂર્નામેન્ટની શરૂઆત કરશે. જ્યારે ભારત આ વર્લ્ડકપમાં કુલ સાત મેચો રમશે. ભારતની ચાર મેચો ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ છે, જ્યારે ત્રણ મેચ ક્વૉલિફાયર ટીમો સામે રમશે. મિતાલી રાજ વર્લ્ડકપમાં ભારતીય ટીમની આગેવાની કરશે.