Ben Stokes On ICC Scheduling: ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટૉક્સે શિડ્યૂલિંગ પર પર્યાપ્ત ધ્યાન ના આપવાને લઇને આઇસીસી પર ગુસ્સો ઠાલવ્યો છે. કેટલાક સમયથી એવુ કહેવામાં આવી રહ્યુ છે કે, દુનિયાભરમાં ઘરેલુ ટી20 લીગની વધતી લોકપ્રિયયા ટેસ્ટ ક્રિકેટના અસ્તિત્વને ખતરામાં નાંખી રહી છે. તાજેતરમાં જ બેન સ્ટૉક્સે ટીમનું નેતૃત્વ કરતા પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં 3-0થી જીત નોંધાવી હતી, તેના અનુસાર, જે રીતે ટેસ્ટ ક્રિકેટને હેન્ડલ કરવામાં આવી રહી છે, લીગ ક્રિકેટની વધતી લોકપ્રિયતાના કારણે ટેસ્ટ વિશે વાત કરવામાં આવી રહી છે, તેનાથી તેને દુઃખ થાય છે.
મનોરંજન પર જ ટીમોનુ ધ્યાન -
ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટને ખુબ હંગામા બાદ શિડ્યૂલ પર ધ્યાન ના આપવાને લઇને આઇસીસીની નિંદા કરીને તેને ઠપકો કર્યો છે. બેન સ્ટૉક્સ અનુસાર, ટીમોને ટેસ્ટમાં રિઝલ્ટની અપેક્ષા મનોરંજન પર ધ્યાન આપવું જોઇએ. સોમવારે બીબીસી સાથે વાત કરતા બેન સ્ટૉક્સે ઇયાન બૉથમને કહ્યું કે - શિડ્યૂલિંગ પર પુરતુ ધ્યાન નથી આપવામાં આવતુ, ટી20 વર્લ્ડકપ બાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરીઝ આનુ ઉદાહરણ છે, આ એક એવી સીરીઝ હતી, જેનો કોઇ મતબલ ન હતો.
ટેસ્ટ ક્રિકેટ મારા માટે મહત્વની -
ઇયાન બૉથમ સાથે વાત દરમિયાન બેન સ્ટૉક્સે આગળ કહ્યું કે ટેસ્ટ ક્રિકેટ વિશે જે રીતે વાત કરવામા આવી રહી છે, તે મને પસંદ નથી, આ તમામ નવા ફૉર્મેટ અને ફેન્ચાઇઝી પ્રતિયોગિતાના કારણે ફેન્સનુ ધ્યાન ગુમાવી રહ્યાં છે. આપણે જાણીએ છીએ કે ટેસ્ટ ક્રિકેટથી દુર જવા માટે ખેલાડીઓની પાસે બહુજ તક છે. પરંતુ મારા માટે ટેસ્ટ ક્રિકેટ જ મહત્વપૂર્ણ છે. આ દરમિયાન તેને એ પણ ઇશારો કર્યો કે ટેસ્ટ રમનારા દેશોને ઇંગ્લેન્ડની આક્રમક રણનીતિનું અનુસરણ કરવુ જોઇએ, તેના અનુસાર, પરિણામથી વધુ મનોરંજન છે જે પાંચ દિવસ સુધી રમાનારી મેચને લોકપ્રિય બનાવવા માટે મહત્વની ભૂમિકા નિભાવશે.
IPL Mini Auction 2023: સ્ટોક્સ માટે સૌથી મોટી રકમ -
બેન સ્ટોક્સ માટે આઈપીએલમાં આ અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે. અગાઉ વર્ષ 2017માં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સે તેને 14.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. એક સમયે તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી હતો. જોકે, 2018ની હરાજીમાં રાજસ્થાન રોયલ્સે બેન સ્ટોક્સને 12.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. તે વર્ષ 2018 થી રાજસ્થાન રોયલ્સનો ભાગ હતો. માનસિક સ્વાસ્થ્ય અને ઈજાના કારણે તે ગત સિઝનમાં રમી શક્યો ન હતો. આ પછી, રોયલ્સે તેને 2023 મીની હરાજી પહેલા મુક્ત કર્યો. હવે ચેન્નાઈ સુપર કિંગ્સે બેન સ્ટોક્સને 16.25 કરોડમાં ખરીદ્યો છે.
બેન સ્ટોક્સ 2017થી IPLમાં સક્રિય છે. આ દરમિયાન તેણે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે IPLમાં 43 મેચ રમી છે જેમાં તેણે 920 રન બનાવ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેના નામે 2 સદી અને એક અડધી સદી છે. હવે IPL 2023માં તે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે.