કોલંબોઃ ક્રિકેટ વિશ્વમાં શ્રીલંકાના ચામિંડા વાસ અને લસિથ મલિંગના ગણના સૌથી ખતરનાક બોલર તરીકે થાય છે. બંને ફાસ્ટ બોલરોએ શ્રીલંકાને ઘણી વખત પોતાની બોલિંગ વડે અકલ્પનીય જીત અપાવી છે. જોકે આઈસીસી દ્વારા બંનેનો એક જૂનો ફોટો ટ્વિટ કરવામાં આવ્યો છે.

આઈસીસીએ મલિંગા અને ચામિંડા વાસની તસવીર શેર કરીને લખ્યું, "શ્રીલંકાના બે સર્વકાલીન મહાન ફાસ્ટ બોલર એક ફ્રેમમાં." આ તસવીરમાં ઘણા ક્રિકેટ ફેન મલિંગાને ઓળખવામાં થાપ ખાઈ ગયા હતા.



ચામિંડા વાસે 111 ટેસ્ટમાં 355 વિકેટ, 322 વન ડેમાં 400 વિકેટ અને 6 ટી20માં 6 વિકેટ લીધી છે. ટેસ્ટમાં તેણે 5 વિકેટ 12 વખત લીધી છે અને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 71 રનમાં 7 વિકેટ છે. જ્યારે વન ડેમાં 5 વિકેટ ચાર વખત લીધી છે. વન ડેમાં તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ 19 રનમાં 8 વિકેટ છે. જ્યારે ટી-20માં 14 રનમાં 2 વિકેટ ચામિંડા વાસનો સર્વશ્રેષ્ઠ દેખાવ છે.

લસિથ મલિંગા 30 ટેસ્ટમાં 101 વિકેટ, 226 વન ડેમાં 338 વિકેટ અને 84 ટી-20માં 107 વિકેટ લઈ ચુક્યો છે. હાલ મલિંગાની ગણના ક્રિકેટના વિશ્વના સૌથી ખતરનાક બોલર પૈકીના એકમાં થાય છે.