નવી દિલ્લીઃ ઇંગ્લેન્ડ સામેની ટી-20 સીરિઝ સમાપ્ત થઈ ગઈ છે અને હવે ભારત ઈંગ્લેન્ડ સામે વનડે સીરીઝ રમશે. એ પચી ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે ટી-20 રમીને ભારત આ વર્ષે યોજાનારા ટી-20 વર્લ્ડ કપની ટીમની તૈયારી કરશે ને તેના આધારે ટી-20 વર્લડ કપ માટે ટીમ પસંદ કરશે.
આ ટીમમાં કોણ કોણ હશે તેની અટકળો ચાલી રહી છે ત્યારે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે મહત્વનું નિવેદન આપતાં વર્લ્ડકપ માટેની ટીમમાં બે ખેલાડીઓનો સમાવેશ કરવો જ જોઈએ એવું કહ્યું છે. આ બે ખેલાડી સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન છે.
ભારત-ઈંગ્લેન્ડ ટી-2 સીરિઝમાં પહેલી વખત દેશ માટે રમી રહેલા ઇશાન કિશન અને સુર્ય કુમાર યાદવે શાનદાર પ્રદર્શનનો કર્યું છે. ઇશાને પોતાની ડેબ્યૂ મેચમાં યાદગાર અડધી સદી ફટકારી તો સુર્ય કુમારે કેરીયરની બીજી મેચમા પહેલી વાર બેટિંગ કરતી વખતે ટીમ ઈન્ડિયાને જીતાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું, બંનેનાં પ્રદર્શનના વખાણ કરીને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે તેમને ટીમમાં લેવાની તરફેણ કરી છે.
સચીને કહ્યું કે ઇશાન કિશન અને સુર્યકુમારનું ઇંગ્લેન્ડ વિરૂધ્ધ પ્રદર્શન શાનદાર રહ્યું છે, અને બંને ખેલાડીઓ આ વર્ષે ભારતમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપમાં રમવા માટે તૈયાર છ. સચિન રેકોર્ડ 5 વખત આઇપીએલ ખિતાબ જીતનારી મુંબઇ ઇન્ડિયન્સનાં મેન્ટર રહી ચુક્યા છે અને બંને ખેલાડી મુંબઈ ઈન્ડિયન્સ વતી રમે છે તેથી સચિને બંને ખેલાડીઓની રમતને ખુબ નજીકથી જોઇ છે. સચિને બંને ખેલાડીઓનાં શાનદાર પ્રદર્શન પાછળની ક્રેડિટ આઇપીએલને આપી.
ઈંગ્લેન્ડ સામે તાજેતરમાં સંપન્ન થયેલી ટી-20 શ્રેણીમાં ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે શાનદાર દેખાવ કર્યો છે. બંનેએ તેમની પ્રથમ ઈનિંગમાં જ ધમાકેદાર બેટિંગ કરી હતી. સૂર્યકુમારે તો સિક્સ સાથે ખાતું ખોલાવ્યું હતું.
Coronavirus News: મહારાષ્ટ્રથી સુરત આવેલા કેટલા લોકોનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ? આંકડો જાણીને ચોંકી જશો