ICC T20 Rankings: ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે તાજા જાહેર થયેલા આઇસીસી ટી20 બેટિંગ રેન્કિંગમાં બે સ્થાનની છલાંગ લગાવી છે. સૂર્યકુમાર યાદવે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 2જી ઓગસ્ટે રમાયેલી મેચમાં 76 રન ઠોક્યા અને આનો ફાયદો તેને રેન્કિંગમા મળ્યો છે. સૂર્યકુમાર યાદવ અને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમની વચ્ચે માત્ર બે રેટિંગ પૉઇન્ટનો ગેમ રહી ગયો છે.
બાબર આઝમ ટી20 બેટિંગ રેન્કિંગમાં નંબર એક બેટ્સમેન તરીકે ટકેલો છે. સૂર્યકુમારે તાજા જાહેર થયેલા રેન્કિગમાં મોહમ્મદ રિઝવાન અને દક્ષિણ આફ્રિકાના એડેન માર્કરમને પાછળ પાછી દીધા છે.
બાબર આઝમના 818 રેટિંગ પૉઇન્ટ છે, જ્યારે સૂર્યકુમાર યાદવના ખાતમાં 816 રેટિંગ પૉઇન્ટ છે. ટૉપ-10 ટી20 બેટ્સમેનોમાં કોઇ ભારતીય હાજર નથી. પાંચમા નંબર પર ઇંગ્લેન્ડનો ડેવિડ મલાન છે.
ઇશાન કિશન 14માં નંબર પર છે, જ્યારે કેપ્ટન રોહિત શર્મા પણ 16માં નંબર પર છે. ટૉપ 20 બેટ્સમેનોમાં લોકેશ રાહુલ પણ સામેલ છે, જે 20માં નંબર પર ટકેલો છે. વિરાટ કોહલીને એક સ્થાનનુ નુકશાન થયુ છે, અને કોહલી હવે 28માં નંબર પર પહોંચી ગયો છે.
આ પણ વાંચો.........
India Corona Cases Today: બે દિવસની રાહત બાદ કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, મૃતકોની સંખ્યા પણ વધી
Edible Oil Price: ખાદ્યતેલના ભાવમાં થયો ઘટાડો, સોયાબીન-સરસવના ભાવ પણ ઘટ્યા?