IND vs NAM, Match Highlights: ટીમ ઇન્ડિયાની જીત સાથે વર્લ્ડકપમાંથી વિદાય, અંતિમ મેચમાં નામિબિયાને હરાવ્યું

ICC T20 WC 2021, IND vs NAM: ગઇકાલે રમાયેલી અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં ન્યૂઝીલેન્ડને જીત મળતાની સાથે જ ભારતીય ટીમ ટી20 વર્લ્ડકપની સેમિ ફાઇનલની રેસમાંથી બહાર ફેંકાઇ ગયુ છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 08 Nov 2021 10:38 PM
ટીમ ઇન્ડિયાની અંતિમ મેચમાં જીત

ટીમ ઇન્ડિયાએ જીત સાથે ટી-20 વર્લ્ડકપમાંથી વિદાય લીધી હતી. ટીમ ઇન્ડિયાએ નામિબિયાને વ વિકેટે હરાવ્યું હતું. લોકેશ રાહુલ 54 અને સૂર્યકુમાર યાદવ 25 રન પર અણનમ રહ્યા હતા. આ અગાઉ રોહિત શર્મા 56 રન બનાવી આઉટ થયો હતો.

રોહિત શર્મા 56 રન બનાવી આઉટ

ટીમ ઇન્ડિયા જીતની નજીક પહોંચી ગઇ છે. ટીમ ઇન્ડિયા 10 ઓવર બાદ 87 રનમાં એક વિકેટ ગુમાવી દીધી છે. રોહિત શર્મા 37 બોલમાં આક્રમક 56 રન ફટકારી આઉટ થયો હતો. તેણે સાત ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી.

જાડેજા-અશ્વિને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી

નામિબિયાએ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવી 132 રન ફટકાર્યા હતા. ટીમ ઇન્ડિયા તરફથી રવિન્દ્ર જાડેજા અને આર.અશ્વિને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. બુમરાહે બે વિકેટ ઝડપી હતી. ભારતને જીત માટે 133 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

અશ્વિન-જાડેજાએ ત્રણ-ત્રણ ઝડપી

નામિબિયાની ટીમે 93 રનમાં છ વિકેટ ગુમાવી દીધી છે. ભારત તરફથી આર.અશ્વિન અને જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી છે. જ્યારે બુમરાહે એક વિકેટ ઝડપી છે.

ભારતીય બોલરોનો સારો દેખાવ

આર.અશ્વિને નિકોલ લોફ્ટી-ઇટનને પાંચ રનમાં આઉટ કર્યો હતો. નામિબિયાએ 10 ઓવરમાં 51 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી છે. અશ્વિન અને બુમરાહે એક-એક વિકેટ જ્યારે જાડેજાએ બે વિકેટ ઝડપી છે.

નામિબિયાની ટીમ મુશ્કેલીમાં મુકાઇ

નામિબિયાની ટીમ મુશ્કેલીમાં મુકાઇ છે. નામિબિયાની ટીમે 46 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. જાડેજાએ બે વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહે એક વિકેટ ઝડપી હતી.  

નામિબિયાની સારી શરૂઆત

ટીમ ઇન્ડિયા સામે નામિબિયાએ સારી શરૂઆત કરી હતી. ચાર ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 31 રન બનાવી લીધા છે. મોહમ્મદ શમીની એક જ ઓવરમાં નામિબિયાએ 10 રન ફટકાર્યા હતા.

ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન



 






રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અશ્વિન, રાહુલ ચહર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ

આજની મેચ ઔપચારિક રહેશે

આજે સાંજે 7.30 વાગે દુબઇના સ્ટેડિયમમાં ભારત અને નામિબયા વચ્ચે મેચ રમાશે, વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા ટૂર્નામેન્ટમાં શરૂઆતની બન્ને મેચો પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે હારી જતાં સમિ ફાઇનલની રેસમાંથી લગભગ બહાર થઇ ગયુ હતુ, જોકે બાદમાં અફઘાનિસ્તાન અને સ્કૉટલેન્ડ સામે સારી રમત રમીને નેટ રનરેટ સારી કરી હતી, પરંતુ હવે આ  પ્રયાસ પણ નકામો સાબિત થયો છે, ગઇકાલની મેચમાં જો અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવી દેતુ તો ભારતીય ટીમ માટે આજની નામિબિયા સામેની મેચ મહત્વની રહેતી. 

બ્રેકગ્રાઉન્ડ

આજે ભારત અને નામિબિયા વચ્ચે આઇસીસી ટી20 વર્લ્ડકપની મેચ રમાશે, આજની મેચ ભારતીય ટીમ માટે ખાસ મહત્વની નથી પરંતુ માત્ર ઔપચારિક રહી ગઇછે. ગઇકાલે રમાયેલી અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં ન્યૂઝીલેન્ડને જીત મળતાની સાથે જ ભારતીય ટીમ ટી20 વર્લ્ડકપની સેમિ ફાઇનલની રેસમાંથી બહાર ફેંકાઇ ગયુ છે. હાલમાં પૉઇન્ટ ટેબલ પર નજર કરીએ તો ભારતીય ટીમ 4 મેચમાંથી બે જીત સાથે 4 પૉઇન્ટ ધરાવે છે, જ્યારે નામિબિયા 4 મેચમાં એક જીત સાથે માત્ર 2 પૉઇન્ટ જ મેળવી શક્યુ  છે, આથી આજની મેચ બન્ને ટીમો માટે માત્ર ઔપચારિક જ છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.