KL Rahul T20 World Cup 2022: ભારતીય ટીમનો ઓપનર કેએલ રાહુલ ફરી એકવાર મોટી મેચમાં ફ્લોપ સાબિત થયો છે. ટી-20 વર્લ્ડકપ 2022માં ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં રાહુલ પાસેથી ક્રિકેટના ચાહકોને મોટી ઇનિંગની આશા હતી પરંતુ કેએલ રાહુલે ફરી નિરાશ કર્યા હતા. રાહુલ માત્ર 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.






ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી-20 વર્લ્ડ કપમાં કેએલ રાહુલની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. તેણે પ્રથમ ત્રણ મેચમાં માત્ર 22 રન બનાવ્યા હતા. પરંતુ આ પછી તેણે બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે સામે સતત બે અડધી ફટકારી હતી.






રાહુલ ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇનલમાં મોટી ઇનિંગ રમશે તેવી આશા હતી પરંતુ તે ફરી એકવાર ફ્લોપ સાબિત થયો છે. રાહુલે ઈંગ્લેન્ડ સામેની આ મોટી મેચમાં 5 બોલ રમ્યા અને માત્ર 5 રન બનાવ્યા હતા. તે ક્રિસ વોક્સનો શિકાર બન્યો હતો.






કેએલ રાહુલની આ ઇનિંગથી ફેન્સ પણ ખૂબ નારાજ છે. રાહુલ સોશિયલ મીડિયા પર ટોપ ટ્રેન્ડમાં આવી ગયો છે. તેને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. મોટાભાગના ચાહકોએ કેએલ રાહુલને ભારતીય ટીમમાંથી તત્કાળ હટાવવાની માંગ કરી રહ્યા છે






એક યુઝરે ટ્વીટ કર્યું, 'અમે  માંગણી કરીએ છીએ કે કેએલ રાહુલને ભારતીય ટીમમાંથી તાત્કાલિક બહાર કરવામાં આવે. અમે અમારી ભારતીય ટીમમાં રાહુલના ઓપનિંગથી ખૂબ જ દુઃખી છીએ.






કેએલ રાહુલ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી કુલ 6 મેચ રમી ચૂક્યો છે. આમાં તેણે માત્ર બે અડધી સદી ફટકારી છે. રાહુલે આ સિઝનમાં 6 મેચમાં 21.33ની એવરેજથી માત્ર 128 રન બનાવ્યા છે. તેણે પ્રથમ ત્રણ મેચમાં માત્ર 22 રન બનાવ્યા હતા.