નવી દિલ્હી:  તાજેતરમાંજ ભારત અને ઈંગ્લેન્ડ  (Ind vs Eng) વચ્ચે રમાયેલી લિમિટેડ ઓવરની સીરિઝમાં અમ્પાયર્સ કોલ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. ભારતી ટીમના કેપ્ટન કોહલી (Virat kohli) સહિત પૂર્વ અને વર્તમાન ક્રિકેટરોએ પણ તેને નિયમને રદ કરવાની વાત કરી હતી.  હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ આ અંગે મોટો નિર્ણય લીધો છે.  સાથે આઈસીસીએ DRSના નિયમોમાં પણ કેટલાક ફેરફાર કર્યા છે. 


આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં યથાવત રહેશે અમ્પાયર્સ કોલ


આઈસીસીએ ગુરુવારે બોર્ડની મીટિંગ બાદ જાહેર કર્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અમ્પાયર્સ કોલ ચાલુ રહેશે. હાલના નિયમો અનુસાર, જો અમ્પાયરના નોટઆઉટના નિર્ણયને પડકારવામાં આવે તો તેણે તેને બદલવા માટે સ્ટમ્પ સાથે બોલ ઓછામાં ઓછો 50 ટકાથી વધુ બોલ અડવો જોઈએ. આવું ન થવાની સ્થિતિમાં બેટ્સમેન નોટઆઉટ રહેશે. 


સંચાલન સંસ્થા દ્વારા બોર્ડની બેઠક સમાપ્ત થયા બાદ જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આઈસીસી ક્રિકેટ સમિતિના પ્રમુખ અને પૂર્વ ભારતી કેપ્ટન અનિલ કુંબલેએ કહ્યું કે,   "અમ્પાયરોના કોલ વિશે ક્રિકેટ ચર્ચા થઈ હતી અને તેનો ઉપયોગ અંગે વિસ્તૃત આંકલન કરવામાં આવ્યું હતું. ડીઆરએસ (DRS)નો સિદ્ધાંત એ છે કે મેચ દરમિયાન સ્પષ્ટ ભૂલો દૂર કરી શકાય. જ્યારે મેદાનમાં નિર્ણય લેનારા તરીકે અમ્પાયરોની ભૂમિકા પણ રહે. અમ્પાયર્સના કોલથી એવું થાય છે અને તેથી જ તે યથાવત રહે તે મહત્વપૂર્ણ છે. "


જો કે, આઇસીસીએ ડીઆરએસ (DRS) અને થર્ડ અમ્પાયર સંબંધિત નિયમોમાં ત્રણ નાના ફેરફાર કર્યા છે. આઇસીસી (ICC)એ પોતાના નિવેદનમાં કહ્યું કે, " LBWના રિવ્યૂ માટે વિકેટ ઝોનની ઉંચાઈ વધીને સ્ટમ્પની ટોચ પર સુધી કરી દેવામાં આવી છે".  એનો મતલબ એ છે કે રિવ્યૂ લેવા પર, બેલ્સની ઉપર સુધીની ઉંચાઈ જોવામાં આવશે, જ્યારે અગાઉ બેલ્સના નિચલા ભાગ સુધીની ઉંચાય પર ધ્યાન આપવામાં આવતું હતું. તેનાથી વિકેટ ઝોનની ઉંચાઈ વધી જશે.  


LBW ના નિર્ણયના  રિવ્યૂ પર  નિર્ણય લેતા પહેલા ખેલાડી અમ્પાયરને પૂછી શકશે કે  બોલ રમવાનો વાસ્તવિક  પ્રયાસ કરવામાં આવ્યો હતો કે નહીં. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, થર્ડ અમ્પાયર શોર્ટ રનની સ્થિતિમાં રિપ્લેમાં તેની સમીક્ષા કરી શકશે અને જો તેમાં કોઈ ભૂલ થાય તો તે પછીનો બોલ ફેંકતા પહેલા તેને સુધારી દેશે.


તેની સાથે એ નિર્ણય કરવામાં આવ્યો છે કે, કોરોના બાદ શરુ કરવામાં  આવેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોવિડ -19 નિયમો લાગુ  રહેશે. આઇસીસીએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે, સમિતિએ છેલ્લા નવ મહિનામાં ઘરેલુ અમ્પાયરોના શાનદાર પ્રદર્શનની નોંધ લીધી છે પરંતુ સ્થિતિના કારણે શક્ય હોય ત્યાં તટસ્થ એલીટ પેનલ અમ્પાયરોની નિમણૂકને પ્રોત્સાહન આપ્યું છે.