જો તમે ક્રિકેટ પ્રેમી છો તો સ્પષ્ટ છે કે આજનો દિવસ તમે ક્યારેય ભૂલ્યા નહીં હોય. આવું એટલા માટે કારણ કે આજેના દિવસે વર્ષ 2011માં ભારતે શ્રીલંકાને હરાવીને બીજી વખત ક્રિકેટ વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. ભારતીય ટીમની આ શાનદાર જીત પર સમગ્ર ભારતમાં શાનદાર ઉજવમી કરવામાં આવી હતી. આ વર્લ્ડકપમાં ભારતીય ખેલાડીઓએ જે કારનામું કર્યું, તેને કોઈપણ ક્રિકેટ ફેન્સ ભુલી નહીં શકે.


સોશિયલ મીડિયા પર પણ યૂઝર્સ મોડી રાતથી જ ભારતને વર્લ્ડકપ જીતવાની એ ક્ષણને શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઇન્ટરનેટની દુનિયામાં વર્ષ 2011 વર્લ્ડકપ સાથે જોડાયેલ યાદોને અનેક ક્રેકટ ફેન્સે લોકોની સાથે શેર કરી છે. પરિણામ ટ્વીટર પર પણ #WorldCup2011 ટ્રેન્ડ કરી રહ્યું છે. દરેક ક્રિકેટ પ્રેમી ભારતીય જે ભારતીય ટીમની આ સફળતાના સાક્ષી રહ્યા છે તે પોત પોતાની યાદોને અલગ અલગ રીતે શેર કરીને આ યાદગાર ક્ષણને ફરીથી જીવંત બનાવી રહ્યા છે.










શ્રીલંકા વિરૂદ્ધ રમાયેલ ફાઈનલ મેચની વાત કરીએ તો ઝહીર ખાન, ગૌતમ ગંભીર અને મહિન્દ્ર સિંહ ધોની તેના હીરો રહ્યા હતા. ઝહીરે બોલિંગ તો ધોની અને ગંભીરે બેટિંગથી ફાઈનલમાં ભારતની જીત મજબૂત બનાવી હતી. જ્યારે ભારતે એ વર્લ્ડકપ જીતાડવામાં સૌથી મોટી ભૂમિકા યુવરાજ સિંહે નિભાવી હતી. તેમે માત્ર શાનદાર બેટિંગ જ કરી ન હતી પરંતુ પોતાની બોલિંગથી પણ વિરોધીઓને પાડી દીધા હતા.






વર્લ્ડકપ 2011ની ફાઈનલમાં શ્રીલંકાએ મહેલા જયવર્ધનેની શાનદાર સેન્ચુરીના જોરે 274 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમની શરૂઆત એટલી સારી રહી ન હતી અને તેણે 31 રન પર જ બે વિકેટ ગુમાવી દીધી હતી. સેહવાગ અને સચિન પેવેલિયન પહોંચી ગયા હા. પરંતુ ગૌતમ ગંભીર અને ધોનીએ સાથે મળીને 109 રનની ભાગીદારી કરી હતી. ગંભીર 97 રન બનાવીને આઉટ થયો. ત્યાર બાદ ધોની અને યુવરાજની જોડીએ શાનદાર બેટિંગ કરી વર્લ્ડકપ ખિતાબ પર કબ્જો જમાવ્યો.